મહીસાગર: લુણાવાડામાંથી કરૂણ સમાચાર સામે આવી રહ્યા છે. જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાઇમાં ખાબક્યો છે. જેના કારણે પાંચ લોકોના મોત નીપજ્યાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ ત્રણ લોકોના વધુ મોત નીપજતા કુલ આઠ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 22થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ટેમ્પોમાં 50 જેટલા જાનૈયાઓ લગ્ન માણવા માટે જઇ રહ્યા હતા. ત્યારે જ આ ખુશીનો માહોલમાં માતમ છવાઇ ગયો હતો.
મૃતઆંક વધવાની આશંકા
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મહિસાગરના લુણાવાડા પાસે જાનૈયાઓથી ભેરેલો ટેમ્પો લગ્નમાં જઇ રહ્યો હતો. આ ટેમ્પો લગ્નની જાન લઇને ગઠાથી સાત તળાવ જતો હતો. આ દરમિયાન ટેમ્પો ખાઇમાં ખાબક્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં કુલ આઠ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 22 જેટલા લોકો ઘાયલ થયા છે. જોકે, અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઘાયલોને લુણાવાડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં ઘાયલ લોકોને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાયા હતા. આ ઉપરાંત 108ની 4 ટીમો પણ ઘટના સ્થળ પર પહોંચી સારવાર શરૂ કરી હતી.
જોકે, અચાનક બનેલી આ ઘટનામાં મોતને કારણે પરિવારમાં રોકકળ મચી ગઇ હતી. હાલ મૃતકોનાં નામ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
અરવલ્લીમાં પણ ગોઝારો અકસ્માત
અરવલ્લીમાં પણ આવો જ એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. મોડાસા હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ ગોઝારા અકસ્માત બાદ સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, મોડાસા હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારનાં ત્રણ લોકોના મોત સર્જાતા ઘટનાસ્થળે રોકકળ મચી ગઇ હતી. આખું પરિવાર હિબકે ચઢ્યું હતુ. મોડાસાના રસુલપુર પાસે થયેલા અકસ્માતમાં મૃતકોમાં માસી અને ભાણિયા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર