Home /News /madhya-gujarat /બગાસુ ખાતા પતાસું મળી આવ્યું, વિજિલન્સ રેડ દરમિયાન પોલીસને મળી આવ્યા અધધધ રૂપિયા
બગાસુ ખાતા પતાસું મળી આવ્યું, વિજિલન્સ રેડ દરમિયાન પોલીસને મળી આવ્યા અધધધ રૂપિયા
પોલીસને મળી આવ્યા અધધધ રૂપિયા
Raid In Lunawada:મહીસાગરના લુણાવાડામાં દારૂની રેડ કરવા માટે પહોચેલ પોલીસને દારૂનો જથ્થો તો મળી આવ્યો. આ સાથે સાથે રોકડા રૂપિયા 53 લાખ 51 હજાર પણ મળી આવ્યાં છે. જે રૂપિયા ગણવા માટે પોલીસએ મશીનની મદદ લેવી પડી હતી.
અમદાવાદ: એક કહેવત છે કે બગાસુ ખાતા પતાસું મળી આવવું, આ કહેવતને સાર્થક સાબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહીસાગરના લુણાવાડામાં દારૂની રેડ કરવા માટે પહોચેલ પોલીસને દારૂનો જથ્થો તો મળી આવ્યો. આ સાથે સાથે રોકડા રૂપિયા 53 લાખ 51 હજાર પણ મળી આવ્યાં છે. જે રૂપિયા ગણવા માટે પોલીસએ મશીનની મદદ લેવી પડી છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ ઇન્કમટેક્ષ વિભાગને પણ કરવામાં આવી છે.
પોલીસ તેમના પ્લાન પર પાણી ફેરવી દીધું
એક તરફ 31 ડિસેમ્બરને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બુટલેગરો યેન કેન પ્રકારણે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જો કે પોલીસ તેમના પ્લાન પર પાણી ફેરવી દે છે. બુટલેગરો દ્વારા નતનવી મોડસ ઓપરેન્ડસી અપનાવવામાં આવી છે. આ સંજોગોમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ રેડ કરીના દારૂનો જથ્થો ઝડપવામાં આવી રહ્યો છે. એસ.એમ.સીએ મહીસાગરના લુણાવાડામાં રેડ કરીને 1277 નંગ દારૂની બોટલો જપ્ત કરી છે.
પોલીસ જ્યારે તપાસ કરી રહી હતી તે દરમિયાન પોલીસને દારૂના વેચાણના રૂપિયા 53 લાખ 51 હજાર 410 મળી આવ્યાં હતાં. જે પૈસાની ગણતરી માટે પોલીસને ચલણી નોટો ગણવા માટેનું મશીન પણ લાવવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આટલા મોટા પ્રમાણમાં રૂપિયા મળી આવતા ઇન્કમટેક્ષ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. રેડ દરમિયાન પોલીસે કપીલાબેન ચૌહાણ તથા ખુમાણસિંહ ચૌહાણ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક ફરાર આરોપી વિક્રમસિંહ ચૌહાણને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.
હાલમાં પોલીસે આ રૂપિયા ક્યાંથી લાવવામાં આવ્યાં હતાં. કેટલા સમય પહેલા લાવવામાં આવ્યાં હતાં. આ તમામ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે તપાસ દરમિયાન સમગ્ર હકીકત સામે આવી શકે તેમ છે. જ્યારે દારૂનો જથ્થો ક્યાંથી, કોની પાસેથી અને કેટલા સમય પહેલા લાવ્યા હતાં તે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં દારૂનું ચલણ ખુબ જ વધી રહ્યું છે. બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ પોલીસ તેમના અરમાનો પર પાણી ફેરવી રહી છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર