મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલયથી બેનરો સાથે હાય રે મોદી હાય રે રૂપાણી હાય મોદી તુને ક્યાં કિયા દેશ કો બરબાદ કિયાના સૂત્રો સાથે લુણાવાડા પોલીસ ચોકી ખાતે ખેડૂતોના હિતમાં રસ્તા રોકી વિરોધ નોંધવામાં આવ્યો હતો.
જેમાં લુણાવાડા ચોકડી પર ભારે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે સ્થાનિક પોલીસ સમગ્ર મામલો થાળે ચક્કાજામ દૂર કર્યો હતો. લુણાવાડા કોંગ્રેસના પ્રમુખ સુરેશભાઈ પટેલે જિલ્લા કોંગ્રેસના ઉપક્રમે કિસાનો પર અત્યાચારના મુદ્દે ભાજપ સામે કટાક્ષ કર્યા હતા. પેટ્રોલમાં 300 ગણી એક્સાઈઝ ડ્યૂટી નાખી છે અને વિદેશથી કાણું નાણુ પાછું લાવીશું, પરંતુ કાણું નાણું તો બાજુ પર રહ્યું નોટબંધી કરી પ્રજાના પૈસા બેંકોમાં નાખ્યા અને આ પ્રજાના પૈસા નીરવ મોદી અને આલિયા માલીયા અને જમાલિયા, આ તમામ મોદીની ગેંગ બધા ગરીબના રૂપિયા લઈને વિદેશ ભાગી ગયા.
તેમણે કહ્યું કે, તેમનો પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યો નથી અને મોદી સરકારે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા નાખવાની વાત પણ પોકણ ગઈ અને સરહદ પર જવાનો શાહિદ થાય છે અને ખેડૂતોને 18 ટકા જી એસ ટી છે, ગુજરાતમાં બળાત્કાર અને ગુનાઓ થાય છે, જેને ગૃહ ખાતું સલામતી પુરી પાડે છે. આવનાર 2019ની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકોમાંથી તમામ બેઠકો પર કોંગ્રેસ વિજયી થશે તેમ જણાવ્યું હતું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર