મિતેષ ભાટિયા, મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોર અને વીરપુર તાલુકાના અનેક ગ્રામ પંચાયતોમાં સરદાર આવાસ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ તો અપાયા પરંતુ જે લાભાર્થીને જરૂર છે તેવા લાભાર્થીઓને આવાસ મળતા નથી અને જેને આવાસનો લાભ મળી ચૂક્યો છે તેવા લોકોને ફરી આવાસ મંજૂર કરી જૂના મકાનના ફોટા બતાવી સરકારી નાણાં અધિકારી મીલીભગત કરીને ચાઉં કરી જાય છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની આશંકા છે.
ત્યારે સમગ્ર બાબતે તાલુકાની 44 ગ્રામ પંચાયતોમાં અનેક જૂના આવાસો પર નવા આવાસોના રૂપિયા આપી દેવામાં આવ્યા હોવાની વાત વહેતી થઈ છે. જેને લઇને પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય તપાસ આદરી અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
ઓથવાડ, ભાથલા, ગુથલી, પરબીયા, વસાદરા, જનોડ, બોડોલી, બળિયાદેવ, નવગામાં, વડદલા સહિતના તાલુકામાં અનેક ગામોમાં ઇન્દિરા આવાસ, સરદાર આવાસ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અનેક લાભાર્થીઓને લાભ મળ્યા છે પરંતુ સ્થાનિક તલાટીથી લઈને તાલુકા વિકાસ અધિકારીની મીલીભગતના કારણે એક લાભાર્થી બે - બે વખત લાભ લીધા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
ત્યારે બાલાસિનોર તાલુકામાં ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે તો આવાસ કૌભાંડ બહાર આવી શકે તેમ છે. તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા પહેલા ટકાવારી લેવામાં આવે છે અને પછી જ ફાઈલ પર સહી કરી નાણાં આપવામાં આવે છે તે પણ મોટી મોટી ટકાવારી લેવામાં આવી રહી છે. તેવું પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે જણાવ્યું છે.
આ સમગ્ર મામલે તાલકા પંચાયતના વિકાસ અધિકારીએ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે. ટિમ બનાવવામાં આવી છે અને તપાસ કરવામાં આવશે. તપાસ પુરી થતા યોગ્ય કાર્યવાહી કરવાનું તાલુકા વિકાસ અધિકારી નેહાબેન પટેલ જણાવી રહ્યા છે ત્યારે થયેલા આવાસ કૌભાંડ માં કેવા પ્રકાર ની તપાસ કરવામાં આવે છે અને કેવા પ્રકાર ની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે જોવું રહયુ.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર