Home /News /madhya-gujarat /

મહીસાગર: લગ્નની લાલચ આપી સગીરા સાથે કર્યો બળાત્કાર, આરોપીઓ પોલીસના સંકજામાં

મહીસાગર: લગ્નની લાલચ આપી સગીરા સાથે કર્યો બળાત્કાર, આરોપીઓ પોલીસના સંકજામાં

    મહિસાગરના લુણાવાડા તાલુકાના કુંડા ગામની સગીર યુવતિએ ત્રણ લોકો સામે અપહરણ કરી તેની સાથે બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી સગીરાને લગ્નની લાલચ આપી તેનુ અપહરણ કરી તેની મરજી વિરુદ્ધ તેની સાથે બળાત્કાર કરાયો હોવાની ફરિયાદ સગીરાએ કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.. જેમા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.. સગીરાની ફરિયાદ મુજબ આરોપીઓએ તેને લાલચ આપી તેને રાજપીપળા લઈ ગયા હતા જ્યાં તેની સાથે દુષ્કર્મ કરી તેને ચારથી પાંચ દિવસ ગોંધી રાખી હતી અને ત્યારબાદ તેને ગોધરા લાવી છોડી મુકી હતી. હાલ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.

    મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકા ના કુંડા ગામે એક સગીરા ને ત્રણ ઈસમો એ લગ્ન ની લાલચ આપી અપહરણ કરી લઈ જઈ સગીરા ની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારતા બનાવ અંગે સગીરાએ કોથંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરી ના કલાકો માં ત્રણે આરોપીઓ ની ધરપકડ કરી જેલ ના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે

    મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકાના અને કોથંબા પોલીસ મથક ની હદ માં આવેલ કુંડા ગામે એક સગીરા તેના ખેતર માં કામ કરતી હતી તે દરમિયાન આરોપી 1 કાળું ભાઈ સોમાભાઈ બારીયા અને 2.ભૂરાભાઈ મંગળભાઈ પગી કહ્યું કે તારે ઘરે આવવું છે તેમ કહી સગીરા ને બાઈક ઉપર બેસાડી સગીરાને અપહરણ કરીને ગોધરા લઇ ગયા હતા અને ત્યાં હાઝર મુખ્ય આરોપી 3. જગદીશભાઈ રંગીતભાઈ બારીયા ને સોંપી હતી જગદીશ બારીયા એ સગીરા ને લગ્ન કરવાની લાલચ આપી સગીરા ને બહેલાવી ફોસલાવી સગીરાને રાજપીપળા મુકામે લઇ જઇ સગીરાની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારતો ત્યાં તેને સગીરા ને ચાર થી પાંચ દિવસ ગોંધી રાખી વારંવાર મરજી વિરુદ્ધ સગીરા પર બળાત્કાર ગુજારતો હતો ત્યાર બાદ જગદીશે સગીરાને ગોધરા લાવી છોડી મૂકી હતી -અને સગીરા ગોધરા થી પોતાના ઘરે જઈ પરિવાર જનો ને આપ વીતી જણાવતા સગીરાએ કોથંબા પોલીસ મથકે બળાત્કાર ગુજારનાર મુખ્ય આરોપી જગદીશ બારીયા તેમજ અન્ય બે મદદ ગારી કરનાર આરોપી કાળું બારીયા અને ભૂરા પગી આ ત્રણે આરોપી ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કોથંબા પોલીસે ગણતરીના કલાકો માં ત્રણે આરોપી ઓ ની ધરપકડ કરી પોસ્કો ના ગુના હેઠળ ઝેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે

    મિતેષ ભાટિયા
    ન્યુઝ 18 ગુજરાતી
    મહીસાગર
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Mahisagar, બળાત્કાર

    આગામી સમાચાર