Home /News /madhya-gujarat /રાજસ્થાનનું પાણી ગુજરાતને તાણી જશે! કડાણામાં અધધ પાણીની આવકથી 128 ગામ પર 'આફત'

રાજસ્થાનનું પાણી ગુજરાતને તાણી જશે! કડાણામાં અધધ પાણીની આવકથી 128 ગામ પર 'આફત'

કડાણા ડેમના 12 ગેટ 10 ફુટ ખોલી મહીસાગર નદીમાં પાણી છોડાયું રહ્યું છે

Kadana Dam: હાલ કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં હાલ 2,30,000 કયુસેક પાણી હાલ છોડવામાં આવ્યું છે, ઉપરવાસમાંથી પાણી છોડાતા કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો

    મહીસાગર: રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. તારીખ પર તારીખની જેમ વરસાદની આગાહી પર આગાહી સામે આવી રહી છે. હજુ વરસાદ ક્યારે રોકાશે તેના કોઇ સંકેત સામે આવી રહ્યા નથી, પરંતુ તેના કારણે રાજ્યની નદીઓ પૂરજોશમાં વહી રહી છે. રાજ્યમાં મોટાભાગના ડેમ ઓવરફ્લો અથવા સામાન્ય સપાટીથી ઉપર વહી રહ્યા છે. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની અધધ આવક થઇ રહી છે.

    કડાણા ડેમના 12 ગેટ 10 ફૂટ ખોલાયા

    મહીસાગરના કડાણા ડેમમાં પાણીની અધધ આવકે ચિંતા વધારી છે. કડાણા ડેમના 12 ગેટ 10 ફુટ ખોલી મહીસાગર નદીમાં પાણી છોડાયું રહ્યું છે. ઉપરવાસના બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા આવકની વધી છે. હાલ રાજેસ્થાનના બજાજ સાગર ડેમમાંથી 1,63,000 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં હાલ 2,30,000 કયુસેક પાણી હાલ છોડવામાં આવ્યું છે. જેના પગલે ઉપરવાસમાંથી પાણી છોડાતા કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે.



    આ પણ વાંચો: હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી

    128 ગામો એલર્ટ કરાયા

    પાણીની સતત થઇ રહેલી આવકને પગલે રૂલ લેવલ મેન્ટન કરવા કડાણા ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. કડાણા ડેમમાંથી 2 લાખ કયુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. જેના લીધે મહીસાગર નદી બે કાંઠે જોવા મળી રહી છે. બીજી બાજુ, નદીમાંથી પાણી છોડવામાં આવતાં જીલ્લાનાં નીચાણવાળા પૂલો ડૂબી જવાના કારણે તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપરાંત તંત્ર દ્વારા નીચાણવાળા 128 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.

    હજુ ભારે વરસાદ માટે રહેવું પડશે તૈયાર

    ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જોકે, અત્યંત ભારે વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલ એટલે કે 24 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. આવતીકાલથી ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે. બીજી તરફ 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat heavy rain, Gujarat rain forecast, Mahisagar News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन