Home /News /madhya-gujarat /Mahisagar: કેમ દેવલમાના મંદિરમાં રાજાના બદલે રાવળ પરીવાર કરે છે નવ દિવસ માતાની ઉપાસના

Mahisagar: કેમ દેવલમાના મંદિરમાં રાજાના બદલે રાવળ પરીવાર કરે છે નવ દિવસ માતાની ઉપાસના

રાજાઓ દ્વારા નવરાત્રીમાં ઉપવાસ કરી તે દરમિયાન શત્રુઓ દ્વારા આક્રમણ કરવામાં આવતું

દેવળમાતાએ નાગર કોમના લોકોના કુળદેવી છે. આ મંદિર લુણાવાડાના રાજવી પરીવાર દ્વારા નિર્માણ કર્યું હતું. મંદિરમાં આવેલી દેવળમાતાની મૂર્તિ લાકડાની બનેલી છે. રાવળ કોમના લોકો મંદિરમાં પૂજા-અર્ચના અને નવરાત્રિના ઉપવાસ કરે છે.ઉપવાસ કરનાર ‘જોગી ’તરીકે ઓળખાય છે.

વધુ જુઓ ...
    Indravadan pandya, Mahisagar: નવરાત્રીના પાવન પર્વ પર મા આદ્યશક્તિ અંબાને રિઝવવા માટે અનેક રીતે ભક્તો મા ની ઉપાસના કરતા હોય છે ત્યારે અલગ અલગ રીતે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવામાં આવતી હોય છે. તેજ રીતે વર્ષોથી લુણાવાડાના રાજવી પરિવાર દ્વારા નગરજનોની સુખાકારી માટે આજે પણ ચાલી આવતી પરંપરાગત પૂજા અર્ચના કરવામાં આવે છે.

    લુણાવાડા નગરના ઉત્તર-પશ્ચિમ ખૂણાના છેડે નગરદેવી દેવળમાતાનું વર્ષો પુરાણું પ્રાચીન મંદિર આવેલું છે. દેવળમાતાએ નાગર કોમના લોકોના કુળદેવી છે. આ મંદિર લુણાવાડાના રાજવી પરીવાર દ્વારા નિર્માણ કર્યું હતું. મંદિરમાં આવેલી દેવળમાતાની મૂર્તિ લાકડાની બનેલી છે. નવરાત્રિના સમયગાળા દરમિયાન રાજવી પરિવારના મહારાજા વિરભદ્રસિંહજીની ખડગ મંદિરમાં રાજમહેલમાંથી પૂજા માટે પરંપરાગત રીતે લાવવામાં આવે છે.

    એક જૂની દંતકથા મુજબ રાજવી પરીવારના પૂર્વજોને તલવાર સ્વયં દેવળમાતાએ આપી હતી. આ તલવાર પાસે રાવળકોમનો ખાંડાધારી બેસે છે. નવરાત્રિ પૂર્ણ થયા બાદ ખડગને રાજમહેલમાં પરત લઈ જવાય છે. મંદિરની વિશિષ્ટ પરંપરા મુજબ પ્રાચીન સમય લુણેશ્વરી નગરી (હાલનું લુણાવાડા) ઉપર અન્ય રાજાઓ નવરાત્રિના સમયે આક્રમણ કરતા.



    રાજા અને અન્ય સૈન્ય નવરાત્રિના ઉપવાસ દરમિયાન શારીરિક રીતે કમજોર રહેતા.ત્યારે રાવળ કોમના લોકોએ રાજાને વિનંતી કરી હતી કે રાજ્યની રક્ષા કરવાનું તમારું કાર્ય જ તમે કરો અને નવરાત્રિના ઉપવાસનું કાર્ય તમારા વતી અમે કરીશું.ત્યારથી લઈ આજ સુધી આ પરંપરા ચાલું છે.રાજાઓ આક્રમણથી બચવા પાંચ દરવાજાના નિર્માણ પણ કરાવ્યા હતા.જે દરવાજા આ પ્રમાણે હતા (૧)વાસિયા દરવાજા(૨) દરકોલી દરવાજા (૩)શહેરા દરવાજા (૪)ચારકોસિયા દરવાજા (૫)લુણેશ્વર દરવાજા



    ત્યારથી રાવળ કોમના લોકો મંદિરમાં પૂજા-અર્ચના અને નવરાત્રિના ઉપવાસ કરે છે. નવરાત્રિમાં 9 દિવસ ઉપવાસ કરનાર ‘જોગી ’તરીકે ઓળખાય છે. તે 9 દિવસ દરમિયાન જોગી સ્તંભમાં બેસે છે. ઉપવાસના પ્રથમ દિવસે રાજવી પરિવારના મહારાજા કુંવર પોતાના ટેકાથી તેને જોગી સ્તંભ ઉપર ચઢાવે છે અને વિધિવિધાન પૂર્વક દેવલ માતાની પુજા કરે છે. ઉપવાસના અંતિમ દિવસે ટેકાથી તેને નીચે ઉતારે છે. જોગી ને પ્રથમ 4 દિવસ એક જ પલાંઠી પર બેસવાનું હોય છે. આ જોગી પાંચમાં દિવસે પોતાની પલાંઠી પદલે છે.
    First published:

    Tags: Mahisagar, Navratri 2022, Navratri celebration

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन