મિતેષ ભાટીયા, મહીસાગર : મહીસાગર (Mahisagar) જિલ્લામાં નાની ઉમર ધરાવતી યુવતીના (Illegal Abortion) પેટ માં રહેલા બાળક ને પેટમાં જ હત્યા કરી દેવામાં આવી રહી હોવાનો વીડિયો (Viral Video) એક યુવાન દ્વારા ન્યૂઝ18 ને આપવામાં આવ્યો છે. જે બાબતે ન્યૂઝ18 દ્વારા વીડિયો ની તલસ્પર્શી તપાસમાં વીડિયોમાં બતાવવામાં આવેલું લોકેશન સંતરામપુર (Santrampur) નગરમાં આવેલ એફ.સીઆઈ ગોડાઉન પાછળના ભાગમાં એક મકાનમાં મહિલાના પેટમાં રહેલા બાળક ને બહાર આવતા પહેલા જ હત્યા કરી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મહીસાગર જિલ્લામાં આવી અનેક જગ્યા એ ગોરખ ધંધાઓની હાટડીઓ ચાલી રહી છે. અનેકવાર હોસ્પિટલના ડોક્ટરો ઝડપાયા પણ છે પરંતુ ક્યાંક ભીનું સંકેલાતા ડોક્ટરો પરત આવી ને પાછી પોતાની હાટડીઓ ચાલુ કરી દેવાના કિસ્સાઓ અનેકવાર બહાર આવ્યા હોવાનું સ્થાનિક લોકો પણ જણાવી રહ્યાં છે.
આ વીડિયોમાં એક નાની ઉમર ની યુવતીને બેભાન કરી ને પેટમાંથી રહેલા બાળકની હત્યા કરતા અંદાજીત ત્રણથી ચાર મહિલાઓ વીડિયોમાં દેખાઈ રહી છે અને સંતરામપુરના એક મકાનમાં ચાલી રહેલા બાળકની હત્યાના ગોરખ ધંધાથી માત્ર 100 મીટર દૂર આવેલ એક ખાનગી હોસ્પિટલના સ્ટાફ હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે.
ત્યારે આવા ભ્રુણ હત્યાનો કારસો કેટલા ટાઈમ થી ચાલી રહ્યો છે ગોરખ ધંધો તે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો એક બાદ એક મોટા માથા બહાર આવે તો નવાઈ નહીં. હાલ તો આ વીડિયો જોઈ આરોગ્ય અધિકારી તપાસ સમિતિ રચી તપાસ કરી ફરી વાર જિલ્લા માં આવું કૃત્ય ના થાય તેવા હેતુ સર યોગ્ય કાર્યવાહી કરી હત્યાનો ગુનો નોંધવા નું જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી સ્વપ્નિલ શાહ જણાવી રહ્યા છે ત્યારે કેવા પ્રકાર ની કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે તે જોવું રહ્યું
આરોગ્ય અધિકારી સ્વપ્નીલ શાહે ન્યૂઝ 18 ગુજરાતીને જણાવ્યું કે ''આ વીડિયો જે જોવા મળ્યો છે તે ગંભીર છે જો આ વીડિયો સંતરામપુરનો હોવાનું સાબિત થાય તો કડક પગલાં ભરવામાં આવશે. આ પ્રકારે ગર્ભપાત કરાવવો એ કાયદાકીય રીતે ગુનો છે. અમે આ અંગે તપાસ કરાવીશું અને જવાબદારો સામે કડક પગલાં ભરીશું."
આ વીડિયોમાં જોવા મળી રહેલ ત્રણ થી ચાર મહિલા કે જેઓ નાની ઉમ ની યુવતીના પે માંથી બાળકની હત્યા કરી રહ્યા છે તે મહિલા સ્ટાફ સંતરામપુ ની ખાનગી હોસ્પિટલની હોવાનું જાણવા મળી રહયું છે તેમજ આરોગ્ય અધિકારી દ્વારા આ હોસ્પિટલના ગાયનેક ડોક્ટર મીનેશ શાહ સાથે વીડિયો બાબતે ટેલિફોનિક ચર્ચા કરતા વીડિયોમાં દેખાતો સ્ટાફ મારી હોસ્પિટલનો હોવાની કબૂલાત કરી
ત્યારે ન્યૂઝ 18 દ્વારા પૂછવામાં આવેલા સવાલમાં વીડિયોમાં દેખાતો સ્ટાફ મારી હોસ્પિટલનો નથી એવું જણાવી રહયા છે પરંતુ આ વીડિયો અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો દૂઘનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે.