Home /News /madhya-gujarat /

નીતિન પટેલનાં ટોણાં બાદ હાર્દિકે ટ્વિટર પરથી 'બેરોજગાર' શબ્દ હટાવ્યો

નીતિન પટેલનાં ટોણાં બાદ હાર્દિકે ટ્વિટર પરથી 'બેરોજગાર' શબ્દ હટાવ્યો

હાર્દિક પટેલની હેલિકોપ્ટરમાં તસવીર

કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક બનેલા હાર્દિક પટેલ માટે આ સફરમાં ઘણી મુશ્કેલીઓ આવતી દેખાઇ રહી છે.

    મિતેશ ભાટીયા, મહીસાગર: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેનાં મતદાનનાં આડે ગણતરીનાં દિવસો જ બાકી છે ત્યારે તમામ પક્ષોનાં મોટા નેતાઓએ રાજ્યમાં ધામા નાંખ્યાં છે. આજે પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બંન્ને ગુજરાતમાં જનસભા સંબોધવાનાં છે. ત્યારે કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક બનેલા હાર્દિક પટેલ માટે આ સફરમાં ઘણી મુશ્કેલીઓ આવતી દેખાઇ રહી છે. આજે હાર્દિક પટેલે પોતાનાં ટ્વિટરનાં નામ પરથી 'બેરોજગાર' શબ્દ કાઢી નાંખવો પડ્યો છે અને તેને આજે મહિસાગરમાં સભા સંબોધવા માટે હેલિકોપ્ટરથી સભા સ્થળે પહોંચવાનું હતું પરંતુ લુણાવાડામાં હેલિપેડ બનાવવાનું હતું. તેના જમીન માલિકે હેલિપેડ અને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપી નથી.

    જમીન માલિકે હાર્દિકનાં હેલિપેડ હેલિપેડ બનાવવાનો કર્યો વિરોધ

    મળતી માહિતી પ્રમાણે મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં હાર્દિક પટેલ એક સભા કરવાનો છે. હેલિકોપ્ટરથી તે સભા સ્થળે પહોંચવાનો હતો તેથી લુણાવાડા હેલિપેડ બનાવવામાં નિર્ણય કર્યો હતો. લુણાવાડામાં જે જગ્યાએ હેલિપેડ બનાવવાનું હતું તેના જમીન માલિકે હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપી નહીં. હાર્દિક અને કોંગ્રેસે તંત્ર પાસેથી તો મંજૂરી લઇ લીધી હતી. જમીન માલિકે હાર્દિક અને ચોપાર ઉતારવામાં વિરોધ કર્યો છે. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે, જમીન માલિકના વિરોધ બાદ હાર્દિક કારમાં લુણાવાડા આવશે. જમીન માલિકના વિરોધ બાદ હાલ કોંગ્રેસ કમીટીનાં સભ્યો જમીન માલિકના ઘરે ધામા નાખીને બેઠા છે. તેઓ હાલ જમીન માલિક મંજૂરી આપે તેના માટે મનાવવાના પ્રયાસો કરી રહ્યાં છે.

    ગુજરાતમાં બેરોજગારો હેલિકોપ્ટરમાં ફરે છેઃ નીતિન પટેલનો હાર્દિક ઉપર કટાક્ષ

    'ગુજરાતમાં 'બેરોજગારો' હેલિકોપ્ટરમાં ફરે છે'

    કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલને સ્ટાર પ્રચારકના રૂપમાં પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે. તેને હેલિકોપ્ટર પણ ફાળવવામાં આવ્યું છે. હાર્દિક પટેલના હેલિકોપ્ટરમાં સવાર ફોટો અને વીડિયો મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેરોજગારો હેલિકોપ્ટરમાં ફરે છે. અમે જમીન ઉપર કામ કરી રહ્યા છે જ્યારે કોંગ્રેસ હવામાં ફરે છે. મહત્વનું છે કે હાર્દિક પટેલે આજે તેના ટ્વિટર પરથી બેરોજગાર શબ્દ હટાવી દીધો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, Loksabha election 2019, Lunawada, Mahisagar, North Gujarat Lok Sabha Elections 2019, ગુજરાત, નિતિન પટેલ, હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन