Home /News /madhya-gujarat /

ગુજરાત સરકાર શાળામાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ક્રિય, બાળકો દૂધની ડેરીના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર

ગુજરાત સરકાર શાળામાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ક્રિય, બાળકો દૂધની ડેરીના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર

મહીસાગર જિલ્લામાં આવી કેટલીય શાળાઓ છે જ્યાં બાળકો એક મકાની ઓસરીમાં બેસીને ભણવું પડી રહ્યું છે

Mahisagar District: રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા તેમજ શિક્ષણ અંતર્ગત થતા કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરતી સરકાર (Government of Gujarat) શાળાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ક્રિય હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

    મિતેષ ભાટિયા, મહીસાગર: રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા તેમજ શિક્ષણ અંતર્ગત થતા કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરતી સરકાર (Government of Gujarat) શાળાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ક્રિય હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મહીસાગર (Mahisagar) જિલ્લાની કડાણા તાલુકાની છત્રપુરા પ્રાથમિક શાળામાં (Primary Schools of Mahisagar) બાળકોને ઓરડાની સુવિધા ન મળતાં મજબુરીવશ દૂધની ડેરીના મકાનમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

    મહીસાગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને પ્રાથમિક તેમજ શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવામાં કોઈ રસ ન હોવાના કિસ્સાઓ કડાણા તાલુકાની શાળાઓમાં જોવા મળી રહ્યા છે. તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થાના નામે મોટા છીંડા પૂરવામાં નિષ્ફળ જતાં તાલુકામાં આવેલ છત્રપૂરા પ્રાથમિક શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને બેસવા માટે ઓરડાની સુવિધા પૂરી પાડવામાં ન આવતા વર્ષ 2014 થી 1 થી 5 ધોરણમાં અભ્યાસ કરતા 40 ઉપરાંત બાળકોને દૂધની ડેરીના રૂમમાં તેમજ બહાર ઓસરીના ભાગમાં બેસાડવામાં આવે છે. જ્યાં 1 અને 2 ધોરણને ડેરીના રૂમમાં અને 3,  4 અને 5 ધોરણના બાળકો ને ડેરીની બહારના પાટાગણમાં બેસાડવામાં આવી રહ્યા છે.



    બાળકોને બેસવા માટે પૂરતી જગ્યા ન મળતાં ઘણા સમયથી ડેરીની બહાર રસ્તા પર પણ બેસવા માટે મજબૂર થવું પડતું હોય છે. શાળામાં અભ્યાસ કરાવતા આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા લાચાર બની પરિસ્થિતિને અનુકૂળ પોતાની ફરજ મુજબ શાળાનું સંચાલન કરાઇ રહ્યું છે. ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકોની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે કે શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં રહી ગુણોત્સવના નામે રાજ્યમાં ખોટી નામનાં મેળવી રહી છે.

    આ પણ વાંચો- Parliamentary party meeting : બીજેપી સાંસદોના બાળકોને ટિકિટ ન આપવી પાપ છે, તો હા મેં પાપ કર્યું : પીએમ મોદી

    બીજી તરફ સ્થાનિક નબળી નેતાગિરીનો ભોગ 2014 થી આજ દિન સુધી બાળકોને બનવું પડી રહ્યું છે. છેલ્લા કેટલાય વર્ષોથી નવીન શાળા ના મકાન માટે ગ્રામ પંચાયત વિસ્તારના ગામ લોકો દ્વારા ફાઇલ મુકવામાં તો આવી છે પરંતુ ફાઇલ આજે પણ તેની તે જ પરિસ્થિતિમાં છે નેતાઓ ફાઇલ આગળ ખસવા નથી દેતા જેના કારણે સૌ ભણે સૌ આગળ વધેનું સરકારનું સ્લોગન બાળકો મજબૂરી બની રહ્યુ છે.

    આ પણ વાંચો- Gujarat Politics: નરેશ પટેલ રાજકારણમાં આવવા અંગે બહું ઝડપથી લેશે નિર્ણય, પત્રકાર પરિષદમાં આપ્યો સંકેત

    મહીસાગર જિલ્લામાં આવી કેટલીય શાળાઓ છે જ્યાં બાળકો એક મકાની ઓસરીમાં બેસીને ભણવું પડી રહ્યું છે તો ક્યાંક ડેરીમાં મકાનમાં તે પણ બહાર બેસીને એક સાથે 3, 4 અને 5 ધોરણના બાળકો એક સાથે બેસી અને એક જ શિક્ષક અભ્યાસ કરવી રહ્યા છે. જેને જોતા માત્ર બે શિક્ષકો 1 થી 5 ધોરણને ભણાવી રહ્યા છે. જેથી મહીસાગર જિલ્લામાં શિક્ષકોની ઘટના કારણે પણ બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Education Department, Gujarat Government, Gujarati news, Mahisagar, Mahisagar News

    આગામી સમાચાર