Home /News /madhya-gujarat /મહીસાગર: સદી વટાવી ચૂકેલા પતિ-પત્ની, 64 વખત કરી ચૂક્યા છે મતદાન

મહીસાગર: સદી વટાવી ચૂકેલા પતિ-પત્ની, 64 વખત કરી ચૂક્યા છે મતદાન

આ વખતની વિધાનસભામાં શતાયુ પતિ-પત્ની ધરેથી બેલેટથી મતદાન કરશે 

Gujarat election 2022: 1962થી તમામ વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાન કરનાર સદી વટાવી ચૂકેલા પતિ-પત્ની અત્યાર સુધી વિધાનસભા, ગ્રામ પંચાયત, સરપંચ સહિતની ચૂંટણીઓમાં 64 વખતે મતદાન કરી ચૂક્યા છે.

    મિતેષ ભાટિયા, મહીસાગર: મતદાન જાગૃતિને લઇને એક કિસ્સો મહીસાગર જિલ્લાના અતિ અંતરિયાળ અને રાજસ્થાન સરહદી વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. 1962થી તમામ વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાન કરનાર સદી વટાવી ચૂકેલા પતિ-પત્ની અત્યાર સુધી વિધાનસભા, ગ્રામ પંચાયત, સરપંચ સહિતની ચૂંટણીઓમાં 64 વખતે મતદાન કરી ચૂક્યા છે.

    આ વખતની વિધાનસભામાં શતાયુ પતિ-પત્ની ધરેથી બેલેટથી મતદાન કરશે 

    ચુંટણી પંચ મતદાન જાગૃતિ લાવવા માટે અનેક કાર્યક્રમો કરી રહ્યું છે, ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના  ભાણા સીમલ ગામે રહેતા સદી વટાવી ચુકેલા પતિ-પત્નીએ અત્યાર સુધી લોકશાહી પર્વની ઉજવણીના ભાગરૂપે વર્ષ 1962થી વિધાનસભાની રચના થઇ છે ત્યારથી અત્યાર સુધીની તમામ વિધાનસભાની ચૂંટણીમાં અચુક મતદાન કર્યું છે.

    આ ઉંમરે પણ શતાયુ દંપતિમાં મતદાન કરવાનો ઉત્સાહ

    સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામ કુપડા ફળિયામાં રહેતા 102 વર્ષના સડુભાઇ ડામોરજીભાઈ અને 101 વર્ષની પત્ની ભૂરીબેન સડુભાઇ ડામોર તેમના 19 સભ્યોના પરિવાર સાથે રહે છે. 102 વર્ષના હોવા છતાં પતિ-પત્નીને કોઇ મોટી બીમારી નથી. આ ઉંમરે પણ શતાયુ દંપતિમાં મતદાન કરવાનો ઉત્સાહ છે. 102 વર્ષના સડુભાઇએ જણાવ્યું કે, વર્ષો પહેલા સૌપ્રથમ ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ વગર પગદંડી રસ્તા પર ચાલીને મતદાન કરવા જતા હતા. તે સમયે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવતો હતો. વર્ષ 1988 પહેલા આ ભાણા સીમલ ગામમાં ચારેય બાજુ માત્ર ડુંગર જ હતા. સંતરામપુર કે અન્ય ગામમાં જવા માટે પગદંડી રસ્તોનો ઉપયોગ કરવો પડતો હતો. 1988 પહેલા જ્યારે અછત અને કટોકટી સર્જાય ત્યારે તે સમયે ઘરઆંગણે રોજીરોટી આપવા માટે કાચો રસ્તો કાઢવામાં આવેલો હતો. ધીમે-ધીમે વર્ષ 1990માં કાચો રસ્તો બન્યા પછી પાકા રસ્તાનો આ ગામ લોકોને જોવા મળ્યા હતા.

    તમામ વિધાનસભામાં મતદાન કરીને અમુલ્ય મતનો ઉપયોગ કર્યો

    ડામોર સડુભાઇ અને તેમની પત્ની વર્ષોથી મકાઈના રોટલા, ગોળ, લસેટીલુ પથરા ઉપરનું મરચું તથા ખેતરમાં થયેલા શાકભાજીનો ઉપયોગ કરે છે. ચૂંટણીને લઇને સડુભાઇએ કહ્યુ કે, અત્યાર સુધીની જિલ્લા પંચાયત, સરપંચ, વિધાનસભા, લોકસભા સહિતની ચુંટણીઓમાં આશરે 64 વખત પતિ-પત્નીએ મતદાન કર્યું અને વર્ષ 1962માં વિધાનસભા આકાર લીધા બાદ તમામ વિધાનસભામાં મતદાન કરીને અમુલ્ય મતનો ઉપયોગ કર્યો હતો. સમય જતા રસ્તા તથા સુવિધાનો લાભ મળ્યો હતો, પરંતુ 20થી 30 વર્ષ અગાઉ પગદંડી રસ્તો હતો અને ચાલીને મતદાન કરવા જતા હતા. હાલની વિધાનસભાની ચૂંટણીમાં સદી વટાવી ચૂકેલા પતિ-પત્ની બેલેટ પેપરથી ઘરે બેસીને મતદાન કરશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Mahisagar News

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन