Home /News /madhya-gujarat /Gujarat Election 2022: લુણાવાડામાં જીતુ વાઘાણીનો ઝંઝાવાતી પ્રચાર, કમળના નિશાન પર મતદાન કરવા અપીલ
Gujarat Election 2022: લુણાવાડામાં જીતુ વાઘાણીનો ઝંઝાવાતી પ્રચાર, કમળના નિશાન પર મતદાન કરવા અપીલ
કમળના નિશાન પર મતદાન કરવા અપીલ
Gujarat Election 2022: મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા વિધાનસભા વિસ્તારમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ભાજપના ઉમેદવાર જીગ્નેશ સેવકનો ઝંઝાવાતી પ્રચાર જોવા મળ્યા હતા. પ્રચાર દરમિયાન ભાજપ છોડીને ગયેલા લોકોને ફરી ભાજપમાં લેવામાં નહિ આવે તેમ જણાવ્યું હતું.
મિતેષ ભાટિયા, મહીસાગર: લુણાવાડા બ્રાઈટ સ્કૂલ કારવા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીગ્નેશ સેવકના જનસમર્થનમાં આયોજિત શિક્ષક સભામાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સંબોધન કર્યું હતું. જેમાં ગુજરાત સરકારની શિક્ષકોને લગતી વિવિધ યોજનાઓ અને પાછલા 2 દાયકામાં શિક્ષકો માટે કરવામાં આવેલા કાર્યોની માહિતી પૂરી પાડી જીગ્નેશ સેવકને પુનઃ જંગી બહુમતીથી જીતાડવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.
અપક્ષ ઉમેદવાર પર આકરા પ્રહાર
આ સભામાં શિક્ષણમંત્રીએ ભાજપમાંથી બગાવત કરીને અપક્ષ ઉમેદવારી કરનાર પાર્ટીના પૂર્વ પ્રમુખ અને રાજ્યના શિક્ષણ ક્ષેત્રના અગ્રણી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, પાર્ટી એવું માંને છે કે, જે પાર્ટી સાથે દ્રોહ કરે છે તે કોઈનો નથી. અમારે તેના સબંધો પાર્ટીના કારણે હતા. એટલે કોઈ પણ ભ્રમમાં આવ્યા વગર કમળ નિશાન પર મતદાન કરજો તેમ જણાવ્યું હતું.
આ સાથે તેમણે સર્જિકલ સ્ટ્રાઇક પર સહિત રામના અસ્તિત્વ અંગે કોંગ્રેસે કરેલા સવાલો ઉઠાવી પ્રજાને રાષ્ટ્રવાદી વિચાર ધારા વાળી સંસ્કૃતિની રક્ષા કરતી ભાજપના તરફેણમાં પુનઃ એકવાર જંગી મતદાન કરવા વિનંતી કરી હતી. આ સભામાં નાણાંમંત્રી કનુ દેસાઈ, સ્થાનિક સંગઠનના હોદ્દેદારો,આગેવાનો, કાર્યકર્તાઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમણે લુણાવાડામાં ફરીથી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જીતુ વાઘાણીએ લુણાવાડા વિધાનસભા વિસ્તારમાં બે સભાઓ કરી હતી. જેમાં લુણાવાડા અને દરવાઈ સાવલી ગામે સભામાં જંગી જનમેદનીને સંબોધન કરતા ભાજપ દ્વારા કરવામાં આવેલ વિકાસની વાતો કરી જીગ્નેશ સેવકને જંગી બહુમતીથી જીતાડવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચ તારીખે યોજાશે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર