Home /News /madhya-gujarat /Gujarat Election 2022: રાજનાથસિંહે બાલાસિનોરમાં જનસભાને સંબોધતા કહ્યું કે, ‘માનસિંહ ચૌહાણ સજ્જન અને સાદા માણસ છે’
Gujarat Election 2022: રાજનાથસિંહે બાલાસિનોરમાં જનસભાને સંબોધતા કહ્યું કે, ‘માનસિંહ ચૌહાણ સજ્જન અને સાદા માણસ છે’
રાજનાથસિંહનું બાલાસિનોરમાં સંબોધન
Gujarat Election 2022: હીસાગર જિલ્લાના બાલાસિનોર વિધાનસભા વિસ્તાર ખાતે રાજનાથ સિંહે જંગી જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવાનું કામ દેશના પ્રધાનમંત્રીએ કર્યું છે.
મિતેષ ભાટિયા, મહીસાગર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર વિધાનસભા વિસ્તાર ખાતે રાજનાથ સિંહે જંગી જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવાનું કામ દેશના પ્રધાનમંત્રીએ કર્યું છે. ભારત જે કહે છે તેને અન્ય દેશો સાંભળે છે જેને આપણે યુક્રેન -રશિયા યુદ્ધ વખતે અનુભવ્યું છે. યુદ્ધ સ્થગિત રાખીને આપણા ભારતીયોને પરત લાવવામાં સફળતા મળી હતી.
મુખ્યમંત્રીએ પાણીની 800 કરોડની યોજના આપી: રાજનાથ
વધુમાં તેમણે સ્થાનિક મુદ્દા વિશે વાત કરતાં જણાવ્યું કે, ‘બાલાસિનોરની જનતા માટે મુખ્યમંત્રીએ પાણીની 800 કરોડની યોજના આપી છે. લોકોની સુખાકારી માટે સરકાર કામ કરે છે. પૂર્વ પ્રધાનમંત્રી રાજીવગાંધી કહેતા કે ઉપરથી 100 પૈસા મોકલું છું ત્યારે નીચે 14 પૈસા પહોંચે છે જ્યારે હવે ભાજપના શાસનમાં સીધા લાભાર્થીના ખાતામાં રૂપિયા આવે છે. આયુષ્માન ભારત યોજનામાં 5 લાખ સુધીનું મફત ઈલાજ કરવામાં આવે છે. આવી યોજના દુનિયાના કોઈ દેશોમાં નથી જે પ્રધાનમંત્રી મોદીજીએ શરૂ કરી છે. ભારત દેશ આજે દુનિયાના તાકાતવર દેશોની હરોળમાં ઊભો છે.’
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી બે તૃતીયાંશ બહુમતીથી જીત મેળવશે તે નિશ્ચિત છે કોંગ્રેસને તેનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ છે અને આપ પોતાની હાજરી પુરાવવા અહીંયા ચૂંટણી લડે છે ત્યારે ગુજરાતમાં ફરીવાર ભાજપની વિકાસ કરતી સરકાર બનશે. તેમણે ભાજપની સંકલ્પબદ્ધતા વિશે વાત કરતાં જણાવ્યું કે, ‘ભાજપે ચૂંટણીમાં કરેલા તમામ વાયદાઓ પૂરા કરે છે, જ્યારે બીજી પાર્ટીઓ લોકોની આંખોમાં ધૂળ નાખવાનું કામ કરે છે.’
નરેન્દ્ર મોદીએ લોકોના વિશ્વાસને જીત્યો છે ત્યારે વડાપ્રધાન પર વિપક્ષે અપશબ્દોનો પ્રયોગ કરી ગુજરાતના સ્વાભિમાન પર ઘા કર્યો છે. કોંગ્રસના આવા વલણ પર ગુજરાતના દરેક મતદારોએ સંકલ્પ લેવો જોઈએ કે અમે કોંગ્રેસનો સફાયો કરીશું. કોંગ્રસની ભારત જોડો યાત્રા પર પ્રહાર કરતા પ્રશ્ન કર્યો કે, ગુજરાતના સંતાન સરદાર પટેલે ભારતને જોડીને એક બનાવ્યું છે ત્યારે હવે તમે કયા ભારતને એક કરવા નીકળ્યા છો? કાનૂન અને વ્યવસ્થામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે આવે છે.
ભાજપ પ્રજાના હિતમાં કામ કરે છે: રાજનાથ
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, સામાજિક આર્થિક અને રાજનીતિક તમામ ક્ષેત્રોમાં બદલાવ લાવવાનું કામ પ્રધાનમંત્રી મોદીએ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ બહુમત મળતા 370ની કલમ હટાવી જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને હટાવ્યો. પાકિસ્તાનની ધરતી પર જઈને આતંકવાદીઓને ખતમ કર્યા. પ્રજાના હિતમાં ભારતીય જનતા પાર્ટી કામ કરે છે રાજનીતિક ફાયદો જોતી નથી. માનસિંહ ચૌહાણ સજ્જન અને સાદા માણસ છે, અને ચાર વખત પારખેલા ધારાસભ્ય છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર