Home /News /madhya-gujarat /મહિસાગર: ધોરણ-10નું અંગ્રેજીનું પેપર સોશિયલ મીડિયામાં થયું વાયરલ!

મહિસાગર: ધોરણ-10નું અંગ્રેજીનું પેપર સોશિયલ મીડિયામાં થયું વાયરલ!

હાલમાં ચાલી રહેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. ધોરણ 12નું બોગસ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આજે લેવાઇ રહેલી ધોરણ 10નું અંગ્રેજીનું પેપર વાયરલ થયાનું સામે આવતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

હાલમાં ચાલી રહેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. ધોરણ 12નું બોગસ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આજે લેવાઇ રહેલી ધોરણ 10નું અંગ્રેજીનું પેપર વાયરલ થયાનું સામે આવતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

    અમદાવાદ #હાલમાં ચાલી રહેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. ધોરણ 12નું બોગસ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આજે લેવાઇ રહેલી ધોરણ 10નું અંગ્રેજીનું પેપર વાયરલ થયાનું સામે આવતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં આ વર્ષે વિવાદ પર વિવાદ સામે આવી રહ્યા છે. પરીક્ષાના પ્રથમ દિવસે જ ધોરણ 12નું પેપર પરીક્ષા પહેલા જ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો વિવાદીત બન્યો હતો. જોકે બાદમાં આ પેપર બોગસ હોવાનું સામે આવતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ તંત્રએ રાહતનો દમ લીધો હતા.

    આ સંજોગોમાં આજે લેવાઇ રહેલી ધોરણ 10ની અંગ્રેજી વિષયની પરીક્ષામાં પણ મામલો વિવાદીત બન્યો છે. સોશિયલ મીડિયામાં ધોરણ 10નું અંગ્રેજીનું પેપર વાયરલ થતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

    જ્યારે બીજી તરફ શિક્ષણ બોર્ડના ડેપ્યૂટી ચેરમેને પરીક્ષા શરૂ થયા બાદ આ પેપર વાયરલ થયું હોવાનું નિવેદન આપ્યું છે.
    First published:

    Tags: અંગ્રેજી, ગુજરાત બોર્ડ, ગુજરાતી સમાચાર, ધોરણ-10, પેપર લીક, બોર્ડ પરીક્ષા, સોશિયલ મીડિયા