Home /News /madhya-gujarat /સંતરામપુર વિધાનસભા બેઠક: કોઈપણ પક્ષ હોય, ઉમેદવાર તો આદિવાસી સમાજનો જ

સંતરામપુર વિધાનસભા બેઠક: કોઈપણ પક્ષ હોય, ઉમેદવાર તો આદિવાસી સમાજનો જ

સંતરામપુર વિધાનસભા બેઠકનું સરવૈયુ

Gujarat assembly election 2022: સંતરામપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ડો કુબેર ડીંડોર દ્વારા તેમના વિધાનસભા ક્ષેત્રમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી, મતદારોનો શું મૂડ છે?

  મિતેષ ભાટિયા, મહીસાગર: મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ડો કુબેર ડીંડોર દ્વારા તેમના વિધાનસભા ક્ષેત્રમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી મતદારોનો શું મૂડ છે? તે જાણવા ન્યૂઝ18 ગુજરાતીની ટીમ પહોંચી છે સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં. વાત કરીશું મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા બેઠકની, આ સીટ પર આદિવાસી સમાજનું પ્રભુત્વ રહેલું છે. જેથી કોઈપણ પક્ષ હોય ઉમેદવાર આદિવાસી સમાજનો જ હોય છે.

  સંતરામપુર અને કડાણા તાલુકાનો આ વિધાનસભામાં સમાવેશ થાય છે

  સંતરામપુર તાલુકો સંત અને રામપુર એમ બે વિસ્તારના સમૂહથી વસેલું નગર એટલે સંતરામપુર. એક તરફ સૂફી અને ચિબોટા નદી કિનારે વસેલું નગર આજનો સંતરામપુર તાલુકો, પ્રથમ પંચમહાલ જિલ્લામાં હતો બાદમાં આ તાલુકામાંથી કડાણા તાલુકો છૂટો પડ્યો. સંતરામપુર આજે મહીસાગર જિલ્લાનું બહુધા આદિજાતિ ધરાવતો મોટો તાલુકો છે. આ તાલુકામાં દેશનું જિલ્લાનું ગૌરવ વંતુ ઐતિહાસિક સ્થળ માનગડ આવેલું છે. આદિવાસીઓના બલિદાનનું આસ્થા અને શ્રદ્ધનું કેન્દ્ર છે, જ્યાં ગુરુગોવિંદની ધૂણી સ્થાનક આજે પણ અખંડ ભક્તિ અને સોર્યની ગાથા ગજવી રહી છે. માગશરી પૂનમે ભરાતો માનગળી મેળો ગુજરાત, રાજેસ્થાન, મધ્યપ્રદેશના આદિવાસી અને અન્ય લોકોને આસ્થા અને ભક્તિભાવ, સંગીતમય ભજન સંધ્યાએ ભરાતો ભાથી ગલ લોક મેળો છે. ભૂરેટિયા સામે ભીલોએ ખેલેલા ખુંખાર જંગ અને જુલ્મી અંગ્રેજો સામે ભીડેલી બાથ પડકાર એટલે આદિવાસી બલિદાન દિવસ. હજારો આદિવાસીઓએ શહાદત વ્હોરી હતી.

  ગુજરાતમાં જીવાદોરી સમાન કડાણા ડેમ કડાણા તાલુકાની વાતકરવામાં આવે તો જળ શક્તિ અને વિધુત શક્તિનો સમૂહ એવા ભાદર અને કડાણા ડેમ અહીં આવેલા છે. સાથે ડાબા અને જમણા કાંઠા સુજલામ સુફલામ કેનાલોથી ખેડૂતોના ખેતરે ખેતરે હરિયાળી કાંતિના બીજ રોપાયા છે. ડેમના નીર વહીને તળાવો અને સૂકી ધરતીને સજળ કરી છે, ત્યારે કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ કેનાલ કાઢી ગુજરાતના નવ જિલ્લાઓને પીવાનું તેમજ સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

  આ પણ વાંચો: રેશ્મા પટેલ આપમાં જોડાયા, 'અમે રાજકારણ નહીં રાજનીતિ કરવા આવ્યાં છીએ'

  છેલ્લી ત્રણ ટર્મમાં કોની જીત?

  વર્ષ 2007માં કોંગ્રેસના ઉમેદવાર પાર્માદિત્યસિંહજીની અંદાજિત 10,000 વોટથી જીત થઇ હતી. વર્ષ 2012માં કોંગ્રેસના ઉમેદવાર ગેંદાળભાઈ ડામોરની અંદાજિત 26.000 વોટથી જીત થઇ હતી. વર્ષ 2017માં અંદાજિત 7000 વોટથી ભાજપના ઉમેદવાર કુબેરભાઈ ડીંડોરની જીત થઇ હતી. હવે ફરી 2022ની ચૂંટણીમાં કુબેરભાઈ ડીંડોરને ટિકિટ આપી રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે આ વખતે ચૂંટણીની જંગમાં આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર મેદાનમાં છે, ત્યારે ત્રિપાંખિયા જંગમાં મતદારો કોને ચૂંટી લાવે છે અને કોને વિધાનસભા સુધી મોકલી આપે છે, તે જોવું રહ્યું. આદમી પાર્ટીએ સંતરામપુર વિધાનસભમાં પર્વતભાઈ વાગડીયાને ટિકિટ આપી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે, કોંગ્રેસમાંથી કયા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે?

  વિધાનસભાના મતદારો

  - અનુસૂચિત જનજાતિ - 1.24813 - 50.1%
  - જનરલ - 36859 - 17.5%
  - ઓબીસી અને એસઇબીસી - 33015 - 14.04%
  - મુસ્લિમ - 24615 - 10.17 %
  - અનુસૂચિત જાતિ - 18715 - 8.75 %

  કુલ મતદારો - 238135
  પુરુષ - 121337
  સ્ત્રી - 116791

  વિધાનસભા બેઠકમાં મોટા મુદ્દા

  પીવાના તેમજ સિંચાઈ માટે પાણીની સુવિધાનો અભાવ તથા આદિવાસી સમાજના જાતિના દાખલાનો વિવાદ આ વિધાનસભામાં મોટો મુદ્દો છે. સંતરામપુર નગરમાં 272 આવાસો બનાવવાની કામગીરી નગરપાલિકાની નિગરાની હેઠળ છેલ્લા 10 વર્ષથી શરૂ કરવામાં આવી છે પરંતુ આજે 10 વર્ષ બાદ પણ આવાસોની અધૂરી કામગીરીને લઇ લાભાર્થીઓનું ઘરનું ઘરનું સપનું એક સપનું બનીને રહી ગયું છે. 6.50 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ અધૂરા આવાસો હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને 6 કરોડ રૂપિયાની રકમ પણ ચૂકવી દેવામાં આવી છે. આવા મોટા ભ્રસ્ટાચાર પાછળ આખરે જવાબદાર કોણ, જેવા અનેક સવાલો નગરમાં ઉઠી રહ્યા છે. પરંતુ અનેક રજૂઆતો બાદ પણ તંત્ર 10 વર્ષ બાદ પણ નિદ્રાધીન જોવા મળી રહ્યું છે.

  સૌથી મહત્વનો મુદ્દો આ બેઠકના મતદારોમાં ભારે રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે. સંતરામપુર અને કડાણા અતિઅંતરિયાળ વિસ્તાર છે અને અહીંની ભોળી અને ગરીબ પ્રજા આજે પણ જે પહેલા પરિસ્થિતિ હતી તે જ પરિસ્થિતિમાં આજે પણ જોવા મળી રહી છે. અહીંના આદિવાસી લોકો માટે પરિવારનું ભરણ પોષણ કરવું હોય તો માત્રને માત્ર મજૂરી કામ પર નિર્ભર છે. આ વિસ્તારમાં ઓછી મજૂરી મળતી હોવાથી અહીંની પ્રજા અમદાવાદ, વડોદરા સહિત સુરત મજૂરી કામે જઈ રહ્યા છે. બીજી તરફ, પાણીની વિકટ પરિસ્થિતિમાં લોકો દિવસો પસાર કરી રહ્યા છે. પાણી માટે અન્ય કોઈ સ્ત્રોત ન હોવાના કારણે કિલોમીટરો સુધી દૂર-દૂર પાણી લેવા જવું પડી રહ્યું છે. એવું નથી તંત્રને રજૂઆત નથી કરી રહ્યા લોકો, પરંતુ લોકોની અનેક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Gujarat Assembly Elections 2022, Mahisagar News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन