મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુરામાં અંગત અદાવતને કારણે ચાકુ મારતા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મોતથી ઉશ્કેરાયેલા ટોળાંએ એસ.ટી બસમાં આગ ચાંપી હતી જેના કારણે બસ બળીને ખાખ થઈ ગઈ હતી. આ મામલે પોલીસે 23 શખ્સોની ધરપકડ કરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે વડોદરાથી સંતરામપુર જતી બસમાં મોડી રાત્રે મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ચોકડી પર બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા એક મુસ્લિમ યુવાને બીજા મુસ્લિમ યુવાનને અંગત અદાવતને લઇને છાતીમાં ચાકુ મારી દીધુ હતુ જેથી ગંભીર હાલતમાં યુવાનને લુણાવાડા રેફરલ હોસ્પિટલમાં લઇ જતા રસ્તામાં જ તેનુ મોત થયુ હતું. બીજી બાજુ એસ.ટી બસને મલેકપુર પોલીસ મથકે લઇ જતા ઉશ્કેરાયેલા ટોળાંએ બસને આગ ચાંપી દીધી હતી. જોકે લુણાવાડા પોલીસે ચાકુ મારનાર હતયારાની ધરપકડ કરી અને અન્ય એસ.ટી બસને આગ ચાંપી કરનાર કુલ 23ની ધરપકડ કરી હતી.
મૃતક યુવાનની લાશને પી.એમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથધરી છે. 50થી 60 માણસો તેમજ સ્ત્રીઓ આઉટપોસ્ટ ઉપર ઘસી આવ્યા હતા અને ચપ્પુ મારનાર હત્યારાને લોકઅપમાં મુકેલ હતો. જેથી આવેલ ટોળાં એ લોકઅપમાંથી મારનાર યુવાનને બહાર કાઢો નહીં તો પોલીસ સ્ટેશન સળગાવીશુ કહી ટોળાંએ પથ્થરમારો પણ કર્યો હતો. જેના પગલે આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનના બારીના કાચ પણ તુટ્યા હતા આઉટ પોસ્ટ રહેલા પોલીસ જવાનોને પણ ઈજાઓ થઇ હતી. મુખ્ય આરોપી સંતરામપુરનો રહેવાસી છે અન્ય તમામ આરોપીઓ રહે આંટલવાડા તા- કડાણા જી- મહીસાગરના રહેવાસી છે. તથા બીજા 40 માણસોનુ ટોળા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
સ્ટોરી: મિતેષ ભાટિયા
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર