આ વાત માત્ર મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાની છે આખા જિલ્લાની જો તપાસ કરવામાં આવે તો આવા કેટલાય કુટુંબો છે કે જેઓ આજે પણ ચુલા મૂકી રહ્યા છે કારણ છે મોંઘવારીનો બોટલ પર માર. કડાણા તાલુકામાં ગેસ સિલિન્ડરો ઉજ્જવલા યોજના અંતર્ગત આપવામાં આવ્યા પરંતુ બોટલનો ભાવ 1029 જેટલો થઇ જતા માત્ર 25 ટકા લાભાર્થીઓ બોટલ રિફિલ કરાવી રહ્યા છે.
મિતેષ ભાટિયા, મહીસાગર : મહિસાગર (Mahisagar)જિલ્લામાં ઉજ્જવલા યોજના (ujjwala yojana)ના ગેસના બોટલા ક્યાંક માળીયા ઉપર તો ક્યાંક કાટમાળમાં જોવા મળી રહ્યા છે કારણ કે બે વર્ષમાં ઉજ્જવલા યોજના (ujjwala yojana)નો ગેસનો બોટલો ભરાવવા 47% જેટલો મોંઘો થતા લોકોને મોંઘવારીનો માર સતાવી રહ્યો છે. મહિસાગર જિલ્લા (Mahisagar District)ના કડાણા તાલુકાના કડાણા ગામ (Kadana Village)માં તેમજ ઠાકોરના નાધ્રા ગામે ઉજ્જવલા યોજનાના ગેસની બોટલો (Gas bottles of Ujjawala scheme) ના ભરાવી આવી ચૂલા ઉપર મહિલાઓ આંખો ફોડીને રસોઈ બનાવતી હોવાની મળેલ માહિતીનાં અનુસંધાને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે કડાણા તાલુકાના કડાણા ગામે તેમજ ઠાકોરના નાધ્રા ગામે રીયાલીટી ચેક કરવામાં આવ્યું હતું.
અહીં લોકોએ ઘરના ઉજ્જવલા યોજનાની ગેસની બોટલો માળીયા ઉપર તો ક્યાંક ભંગારમાં લારી ઉપર સહિત કાટમાળમાં પડેલા જોવા મળ્યા હતા. કારણ કે લોકો અહીં ગેસની બોટલ ભરાવતા નથી અને ચૂલા ઉપર જમવાનું બનાવે છે ચુલા પર જમવાનું બનાવી રહેલી મહિલાને પૂછવામાં આવ્યું તો ગેસનો બોટલો લીધા પછી ભરાવ્યા જ નથી કેમકે ગેસનો બોટલ ભરાવવો મોંઘો થયો છે અને તે પણ 1000 ને પાર થતાં ઓછી કમાણીમાં લાકડાં લાવી ચૂલા ઉપર જ રસોઈ બનાવવું સસ્તું પડી રહ્યું છે અને છેલ્લા કેટલાય વર્ષોથી આજ રીતે ચુલા ઉપર જ રસોઇ બનાવતા આવ્યા છીએ અને આજે પણ બનાવી રહ્યા છીએ તેમ જણાવ્યું હતું.
ગરીબ ચૂલા ફુક્તી મહિલાઓની મદદ માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરાઇ હતી જેનો ઉદ્દેશ મહિલાઓને ચૂલા લાકડાના ધુમાડાથી છુટકારો અપાવવાનો હતો. જેનો મોટા પાયે પ્રચાર પ્રસાર કરાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતભરમાં ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને ગેસ જોડાણ અપાયા હતા પરંતુ જેમ જેમ ગેસના ભાવ વધતા ગયા તેમ તેમ ગ્રામીણ ગરીબ મહિલાઓ ગેસથી દૂર થઇ ગઇ અને આખરે લાકડાં સળગાવી ચૂલો જ ફૂકવાનો વારો આવ્યો છે. કડાણા તાલુકામાં 40% લાભાર્થીઓએ ગેસ સિલિન્ડર રિફિલ કરાવવાનું બંધ કરી સિલિન્ડરો ઠેકાણે એટલે કે ક્યાંક માળિયા પર લારી પર ભંગારમાં તો ક્યાંક કાટમાળમાં મૂકી પરંપરાગત ચુલા પદ્ધતિ પુનઃ અપનાવી લેતા ઉજ્જવલા યોજનાના લાકડાંથી ચૂલો સળગાવી મહિલાઓ રસોઈ બનાવી રહી છે અને તું મારો મહિલાની આંખોને કોરી રહ્યો છે.
આ વાત માત્ર મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાની છે આખા જિલ્લાની જો તપાસ કરવામાં આવે તો આવા કેટલાય કુટુંબો છે કે જેઓ આજે પણ ચુલા મૂકી રહ્યા છે કારણ છે મોંઘવારીનો બોટલ પર માર. કડાણા તાલુકામાં ગેસ સિલિન્ડરો ઉજ્જવલા યોજના અંતર્ગત આપવામાં આવ્યા પરંતુ બોટલનો ભાવ 1029 જેટલો થઇ જતા માત્ર 25 ટકા લાભાર્થીઓ બોટલ રિફિલ કરાવી રહ્યા છે.
ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા કડાણા તાલુકાના ગામોની મુલાકાત દરમિયાન વાસ્તવિક સ્થિતિ તપાસવામાં આવી તો ચોંકાવનારી હકીકતો ઉજાગર થવા પામી છે ત્યારે મહિસાગર જિલ્લામાં કેટલા લાભાર્થીઓ હસે જે બોટલો રિફલિંગ નહિં કરાવતા હોય અને લાકડાં સળગાવી ચૂલા પર જ રસોઈ બનાવતા લોકોની તપાસ કરવામાં આવે તો ચોંકાવનારો આકડો બહાર આવે તો નવાઈ નહીં.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર