Home /News /madhya-gujarat /Mahisagar:સ્નાતક થયેલા નિશા પ્રજાપતિએ બનાવેલા ગરબાની થાય છે એડવાન્સમાં બુકિંગ; આ છે ખાસિયત
Mahisagar:સ્નાતક થયેલા નિશા પ્રજાપતિએ બનાવેલા ગરબાની થાય છે એડવાન્સમાં બુકિંગ; આ છે ખાસિયત
અલગ અલગ પ્રકારની ડિઝાઇનો વાળા ગરબા ના એડવાન્સમાં ઓર્ડર પણ આવતા હોય છે
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં રહેતા નિશાબેન જયંતિલાલે ગુજરાતી વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ પરીવારના વારસાગત વેવસાય સાથે જોડાએલા છે. અને પરંપરાગત રીતે ચાલતા ધંધાને આગળ ધપાવી રહ્યા છે.અને રોજગારી મેળી રહ્યા છે.
Indravadan pandya, Mahisagar: મહીસાગર જિલ્લાના લુણાવાડામાં રહેતા નિશાબેન જયંતિલાલેગુજરાતી વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ પરીવારના વારસાગત વેવસાય સાથે જોડાએલા છે. અને પરંપરાગત રીતે ચાલતા ધંધાને આગળ ધપાવી રહ્યા છે.અને રોજગારી મેળી રહ્યા છે.નવરાત્રિ પર્વની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે નવરાત્રિમાં માતાજીના ગરબાની ખુબજ માંગ હોય છે.જેને ધ્યાનમાં રાખી નિશાબેન પ્રજાપતિ ત્રણ મહિના પહેલાથી જ ગરબા બનાવવાની તૈયારી કરે છે.અને મોટી સંખ્યામાં માતાજીના ગરબા બનાવે છે.તેઓ દોઢ મહિનામાં લગભગ 1000 હજારથી વધુ ગરબા બનાવી ભક્તો માટે પૂરા પાડે છે.
દોઢ મહિનામાં 1000થી વધુ ગરબા બનાવ્યા
નવરાત્રીના દોઢ મહિનો બાકી હોય ત્યારથી જ નિશાબેન પોતાના પરિવાર સાથે ગરબા બનાવવાની શરૂઆત કરતા હોય છે અંદાજિત દોઢ મહિનામાં 1000થી વધુ ગરબા બનાવી ગ્રાહકોની ડિમાન્ડ અવનનવી ડિઝાઇનો તેમજ અવનવા રંગોવાળા ગરબા બનાવી ગ્રાહકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.તેઓએ બનાવેલા ગરબાની એજવાન્સમાં બૂકિંગ થઈ જાય છે.
આ વખતે મન મૂકીને ગુજરાતીઓ નવરાત્રિની મજા માણશે
32 વષૅની નિશા પ્રજાપતિ એમ.એ.બી.એડ થયા બાદ પણ રોજગારીના મળતા પોતાના પરીવાર સાથે પોતાની પરંપરાગત ચાલતો ધંધો અપનાવાનો નિર્ણય કર્યો આ દોઢ મહિનાના સમયગાળામાં પોતાના પરીવાર સાથે મળીને સારી એવી ઇન્કમ પણ તેઓ મેળવી રહ્યા છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
કોરોનાની વિશ્વસ્તરીય મહામારીએ છેલ્લા અઢી વર્ષથી કોઈપણ પ્રકારના વાર તહેવારમનાવી શકતું ન હતું ત્યારે આ વખતે મન મૂકીને ગુજરાતીઓ નવરાત્રિની મજા માણવાના મૂડમાં છે.
અલગ અલગ પ્રકારની ડિઝાઇનો વાળા ગરબાના એડવાન્સમાં ઓર્ડર હોય છે.
આ વર્ષે નવરાત્રિમાં નિશાબેને બનાવેલા ગરબાની માંગ ખુબજ વધુ છ. તેઓ બનાવેલા ગરબા ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે.તેઓએ જણાવ્યું હતું કે ગ્રાહકો એડવાન્સ ઓર્ડર પણ આપે છે.જેથી કરી તેઓને પસંદ કરેલી ડિઝાઈનના ગરબા તેઓને મળી શકે.સાથે સાથે તેઓ દિવાળીની પણ તૈયારીમાં લાગી ગયા છે.જેથી કરી નવરાત્રિમાં રહેતી કોડિયા લોકો માટે પૂરૂ પાડી શકે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર