મિતેષ ભાટિયા : મહિસાગર : લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ- ૧૯૮૮ના સુધારા અધિનીયમ-૨ અંતર્ગત સરકારી અધિકારી- કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત અપનાવી કે સત્તાનો દુરઉપયોગ કરી પોતાના સગા-સંબંધી કે સ્નેહી જનોના નામે સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કરતા હોય છે, આ બાબતે બેનામી સંપત્તિ અંગેના ધી મોબિશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્સેક્શન એક્ટ-૧૯૮૮ અંતર્ગત વધુમાં વધુ કેસો શોધી કાઢવા એસીબી દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે વધુ એક લાંચીયો સરકારી બાબુ મહિસાગર જિલ્લામાંથી હાથ લાગી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસરા, અંબાલાલ હીરાભાઈ પટેલ, અધિક મદદનીશ ઈજનેર, સંતરામપુર તાલુકો પંચાયત, વર્ગ ૩, પંચાયત વિભાગ, જી-મહીંસાગરએ રાજય સેવક તરીકે હોદા અને ફરજના ભાગરૂપે મળતા પગાર અને ભથ્થા ઉપરાંત કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણીક રીતે ભ્રષ્ટાચાર આચરી કરોડો રૂપિયા જમીનો મિલકતો અને સાધનો પોતાના તેમજ પોતાના પરીવારના સભ્યોના નામે ખરીદ્યા હોવાની બાતમી એસીબીને મળી હતી.
આ અંતર્ગત સરકારી બાબુ અંબાલાલ પટેલ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતો વસાવ્યા અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી, જેમાં એસીબીએ અધિકારી તથા તેના પરીવારના સભ્યોના મિલકત સબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીંઓમાંથી, દસ્તાવેજી માહીંતી મેળવી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપી અંબાલાલ પટેલ, અધિક મદદનીશ ઈજનેર, સંતરામપુર તાલુકા પંચાયત, વર્ગ ૩, પંચાયત વિભાગ પાસેથી પરિવારજનોની સ્થાવર જંગમ મિલકતો સબંધી દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા.
એસીબીએ તપાસ કરતા હોદ્દાની રૂએ ફરજ દરમ્યાન તેમણે કાયદેસરની આવક દેખીતા સાધનોમાંથી થયેલ કુલ આવક રૂ.1, 14, 06, 633 ( એક કરોડ ચૌદ લાખ છ હજાર છસો તેત્રીસ રૂપીયા) પુરા )ની સામે તેમણે કરેલા કુલ ખર્ચ, અને રોકાણ રૂ. ૧,૯૨,૦૪,૪૮૭ /- થયૅલ છે. જેથી તેઓ દ્વારા રૂ. ૭૭, ૯૭, ૮૫૪ – (સિત્યોતેર લાખ સત્તાણું હજાર આઠસો ચોપ્પના રૂપિયા પુરા) ની અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું સામે આવ્યું છે. જે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં ૭૧.૩૭ % જેટલી વધુ છે.