Home /News /madhya-gujarat /વિકાસ ક્યા છે? 21મી સદીમાં પણ મહિસાગરના ખાનપુરમાં 19મી સદી જેવું જીવન

વિકાસ ક્યા છે? 21મી સદીમાં પણ મહિસાગરના ખાનપુરમાં 19મી સદી જેવું જીવન

ખાનપુરમાં હજી પણ 19મી સદી જેવું જીવન

Mahisagar News: ભારતમાં અત્યારે વિકાસની વાતો કરવામાં આવે છે. પરંતુ 21મી સદી હોવા છતાં મહિસાગરના ખાનપુરમાં 19મી સદીની દ્રશ્યો જોવા મળ્યા છે. લોકો આરોગ્યલક્ષી સુવિધા વંચિત રહી મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ બિમાર પડે તો તેને આ જ રીતે જોળીમાં નાખી પગપાળા ચાલી 5 કિલોમીટર દુર આવેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે.

વધુ જુઓ ...
Mahisagar News: ભારતમાં અત્યારે વિકાસની વાતો કરવામાં આવે છે. પરંતુ 21મી સદી હોવા છતાં મહિસાગરના ખાનપુરમાં 19મી સદીની દ્રશ્યો જોવા મળ્યા છે. લોકો આરોગ્યલક્ષી સુવિધા વંચિત રહી મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મહિસાગરના ખાનપુર તાલુકામાં લોકો હજી પણ 19મી સદીમાં જીવતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આ દ્રશ્યો કહેવાતી આરોગ્યલક્ષી સુવિધાના કથળેલી હાલતની ચાડી ખાય છે. તસવીરો પ્રમાણે ગામમાં કોઈ વ્યક્તિ બિમાર પડે તો તેને જોળીમાં બાંધીને પાંચ કિલોમીટર સુધી પગપાળા લઈ જવામાં આવે છે.

21મી સદીમાં પણ લોકો પ્રથામિક સુવિધાથી વચિત


સરકારની સુવિધાઓ કાગર પર જ હોય તેનો આ જીવતો પુરાવો જોવા મળી રહ્યો છે. ખાનપુરની બોકર ગ્રામ પંચાયતના મુવાડાના પેટા ફળિયા પોડામાં 21મી સદીમાં લોકો પ્રથામિક સુવિધાથી વચિત છે. દ્રશ્યમાં ગામના એક બિમાર વૃદ્ધને જોળીમાં નાખી પાંચ કિલોમીટર દુર હોસ્પિટલમાં નાખીને લઈ જવામાં આવે છે. આ જોતા એવુ લાગે છે કે, આ લોકોને હજુ સુધી પાયાની સુવાધાથી જ વંચિત જોવા મળે છે. વારંવાર રજુઆતો કરવા છતા પણ તંત્ર દ્વારા કોઈ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી.

આ પણ વાંચો: તહેવારોમાં ટ્રાફિક નિયમ તોડવા પર દંડ નહી વસુલાય, હર્ષ સંધવીની જાહેરાત

હોસ્પિટલ પણ 5 કિલોમીટર દુર આવેલી


અહી રહેતા લોકોમાં ન કોઈ વાહનની વ્યવસ્તા કરી શકાય છે કે, ન એમ્બ્યુલન્સ આવી શકે છે. કારણ કે, આ વિસ્તારમાં હજુ સુધી રસ્તો જ બનાવવામાં જ નથી આવ્યો. જો કોઈ વ્યક્તિ બિમાર પડે તો તેને આ જ રીતે જોળીમાં નાખી પગપાળા ચાલી 5 કિલોમીટર દુર આવેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ખાનપુરની વાસ્તવિક સ્થિતિનો ચિતાર અહીના એક યુવાને મોબાઈલમાં કેદ કરી તેને વાયરલ કરી દીધો.


21માં સદીમાં પણ નથી મળતી કોઈ સુવિધા


ઉલ્લેખનીય છે કે,જો કોઈ વ્યક્તિ ગંભીર હાલતમાં બિમાર થાય તો તેની સારવાર કેવી રીતે કરવી તે એક પ્રશ્ન છે. અહીંના લોકો અત્યારે 21મી સદીમાં પણ 19મી સદી જેવું જીવન જીવી રહ્યા છે. જે સરકારની નબળાઈની સાક્ષી પૂરે છે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. સરકાર પણ વિકાસની કામોની ગૌરવ યાત્રા કરી રહી છે. પણ શું સરકારને આ ગામની સમસ્યા નજરે નહી આવી હોય? કે પછી નાનું ગામ છે માટે તેના પર વધારે ધ્યાન આપવામાં નહીં આવતું હોય. લોકો હજી પણ આશા રાખીને બેઠા છે કે તેમની આ સમસ્યાનું ક્યારેક તો સમાધાન આવશે.
First published:

Tags: Health આરોગ્ય, Mahisagar News, ગુજરાત, પ્રાથમિક સુવિધા