Home /News /madhya-gujarat /મહિસાગર જિલ્લામાં અર્બુદા સેના દ્વારા શક્તિ પ્રદર્શન, 20 તારીખ પહેલા વિપુલ ચૌધરીને છોડવા માગ

મહિસાગર જિલ્લામાં અર્બુદા સેના દ્વારા શક્તિ પ્રદર્શન, 20 તારીખ પહેલા વિપુલ ચૌધરીને છોડવા માગ

મહિસાગર જિલ્લામાં અર્બુદા સેના દ્વારા શક્તિ પ્રદર્શન

Arbuda Sena Power Show: અર્બુદા સેના દ્વારા ખાનપુરના બાકોર ખાતે રેલી બાદ મહાસંમેલન યોજાયુ. મહાસંમેલનમાં વિપુલ ચૌધરીને 20 તારીખ પહેલા છોડવવા માગ કરવામાં આવી. સમય પહેલા વિપુલ ચૌધરી નહીં છૂટે તો ઉગ્ર આંદોલનની ચિમકી આપવામાં આવી છે.

મહિસાગર: મહિસાગર જિલ્લામાં અર્બુદા સેના દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું. અર્બુદા સેના દ્વારા ખાનપુરના બાકોર ખાતે રેલી બાદ મહાસંમેલન યોજાયુ હતું. આ મહાસંમેલનમાં વિપુલ ચૌધરીને 20 તારીખ પહેલા છોડવવા માગ કરવામાં આવી છે. જો વિપુલ ચૌધરીને 20 તારીખ પહેલા છોડવામાં નહીં આવે તો અર્બુદા સેનાએ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. જો આપેવા સમય પહેલા વિપુલ ચૌધરી નહીં છૂટે તો ઉગ્ર આંદોલનની ચિમકી આપવામાં આવી છે. અર્બુદા સેનાએ 1200 ગામોમાં વિરોધ કરવાની ચીમકી આપી છે.

વિપુલ ચૌધરીને 20 તારીખ પહેલા છોડવવા માગ


ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ઢીમા ધામમાં પણ અર્બુદા સેનાનું મહા સંમેલન મળ્યું હતું. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લાના ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં સંમેલનમાં ઉમટ્યા હતા. અર્બુદા સેનાના મહાસંમેલનમાં વિપુલ ચૌધરીના પ્રતીક તરીકે ચૌધરી સમાજની પાઘડીને સ્ટેજ પર ખુરશીમાં મુકાઈ હતી. આ સંમેલનમાં વિપુલ ચૌધરીને સમર્થનના સમર્થમાં આગળના કાર્યક્રમોની રણનીતિ પણ ઘડવામાં આવી હતી.

આ પણ વાંચો: નવસારીમાં વાંસદાના MLA પર હુમલા બાદ રાજકીય ગરમાવો

અર્બુદા સેના દ્વારા જેલ ભરો આંદોલનની ચિમકી


જો વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો અર્બુદા સેના દ્વારા ધારણા તેમજ જેલ ભરો આંદોલન કરાશે તેવી ચિમકી પણ આ સંમેલનમાં ઉચ્ચારવામાં આવી હતી. બનાસકાંઠા અર્બુદા સેનાના અધ્યક્ષ સરદાર ચૌધરી દ્વારા કમલમને લઈને વિવાદિત નિવેદન પણ આપ્યું હતું. વિવાદિત નિવેદન આપતા તેમણે કહ્યુ હતું કે, 'વિપુર ચૌધરીને છોડો નહીંતર તમારું કમલમ બમલમ બધું તોડી નાખીશું'


આગેવાનો દ્વારા અશોક ચોધરીને આડેહાથ લેવાયા હતા


આ સાથે વિપુલ ચૌધરીના વિરોધમાં મહેસાણા ખાતે જે અશોક ચૌધરી દ્વારા પણ સંમેલન યોજવામાં આવ્યું હતું. તેને સરકાર તરફી સંમેલન અર્બુદા સેનાના આગેવાનોએ ગણાવ્યું હતું. અર્બુદા સેનાના મહા મહાસંમેલનના મંચ પરથી આગેવાનો દ્વારા અશોક ચોધરીને આડેહાથ લેવામાં આવ્યો હતો. અશોક ચૌધરીને સરકારનું પ્યાદુ ગણાવ્યું હતું.
First published:

Tags: ગુજરાત, મહીસાગર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો