Home /News /madhya-gujarat /12 થી 14 વર્ષની ઉંમરના 9368 બાળ કિશોરોને પહેલા દિવસે મૂકવામાં આવી કોરોના પ્રતિરોધક રસી

12 થી 14 વર્ષની ઉંમરના 9368 બાળ કિશોરોને પહેલા દિવસે મૂકવામાં આવી કોરોના પ્રતિરોધક રસી

બાળ કિશોરોને કોરોના સામે રક્ષણ આપવા કોર્બેવેક્સ રસી મૂકવાનું શરૂ કરવામાં આવ્યું

કેન્દ્ર સરકાર દ્વારા 12 થી 14 વર્ષની વયના બાળકોને કોરોનાથી રક્ષણ આપતી રસી આપવાનું અભિયાન બુધવારથી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રસિકરણના પ્રથમ દિવસે બાળકોને રસી આપવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી હતી.

વધુ જુઓ ...
વડોદરા: કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા 12 થી 14 વર્ષની વયના બાળકોને કોરોનાથી (Covid 19) રક્ષણ આપતી રસી આપવાનું અભિયાન બુધવારથી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકાના (Vadodara Municipal Corporation) આરોગ્ય વિભાગ દ્વારા રસિકરણના (Vaccination) પ્રથમ દિવસે બાળકોને રસી આપવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી હતી. વર્તમાન કેન્દ્રો સાથે કેટલીક શાળાઓ મળી કુલ 121 કેન્દ્રો ખાતે રસી આપવાની ગોઠવણ કરી હતી. સાથે 60 વર્ષથી વધુ વયના વરીષ્ઠોને પણ બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા.

12 થી 14 વર્ષના બાળકોને રસી મુકાવવા માટે તેમના વાલીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં 121 કેન્દ્રો પર બાળકો માટે કોર્બોવેક્સ રસી આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રથમ દિવસે શહેરના કુલ 12 થી 14 વયના બાળકોએ રસી મુકાવી હતી. 15 થી 17 વયના 15 બાળકો એ રસીનો પ્રથમ અને 165 બાળકોએ બીજો ડોઝ લીધો હતો. 45 થઈ વધુ વયના 8 વ્યક્તિઓએ પ્રથમ અને 38 વ્યક્તિઓએ બીજો ડોઝ લીધો હતો.

આ પણ વાંચો: ગાંધીનગરના પાલજમાં હોળીનું અનેરું મહત્વ, ખુલ્લા પગે અંગારા પર ચાલે છે લોકો

વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં 12 થી 14 વર્ષની ઉંમરના બાળ કિશોરોને કોરોના સામે રક્ષણ આપવા કોર્બેવેક્સ રસી મૂકવાનું શરૂ કરવામાં આવ્યું છે. સુધારેલા અંદાજ અનુસાર 55,833 જેટલાં બાળ કિશોરો આ રસી લેવાને પાત્ર છે. એટલે કે સન 2008 અને 09 માં તેમજ 16 મી માર્ચ, 2010 સુધીમાં જન્મેલા કિશોરોને આ રસી આપવાની છે.

આ પણ વાંચો: રેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સંઘાણીનો કટાક્ષ,'હાર્દિકની સ્થિતિ સૌ જાણે છે'

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટિલાવતે જણાવ્યું કે, પહેલા દિવસે ઉપરોક્ત વયજૂથના 9368 બાળ કિશોરો રસી રક્ષિત થયાં છે અને 16.8 ટકા જેટલી કામગીરી થઈ છે. પહેલા દિવસે ડભોઇ તાલુકામાં 1068, ડેસર તાલુકામાં 403, કરજણ તાલુકામાં 556,પાદરા તાલુકામાં 1686, સાવલી તાલુકામાં 1626, શિનોર તાલુકામાં 440, વડોદરા તાલુકામાં 2520 અને વાઘોડિયા તાલુકામાં 1069 બાળ કિશોરોને રસી મૂકવામાં આવી છે.
First published:

Tags: Corona Vaccination, Vadodara, વડોદરા શહેર