Home /News /madhya-gujarat /ધર્માંતરણ: મહીસાગરના બાલાસિનોરની હોટલમાં 45 લોકોએ કર્યું ધર્મ પરિવર્તન

ધર્માંતરણ: મહીસાગરના બાલાસિનોરની હોટલમાં 45 લોકોએ કર્યું ધર્મ પરિવર્તન

મહીસાગરમાં હોટલમાં 45 લોકોએ ધર્મપરિવર્તન કર્યું

Mahisagar Conversion 45 people: મહીસાગરમાં હોટલમાં 45 લોકોએ ધર્મપરિવર્તન કર્યું. બાલાસિનોરમાં હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

મહીસાગર: મહીસાગરમાં એક હોટલમાં 45 લોકોએ ધર્મપરિવર્તન કર્યું હોવાની ઘટના સામે આવી છે. બાલાસિનોરમાં હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં અંગિકાર કર્યો હોવાનું સામે આવતાં હડકમ મચ્યો છે. ખેડા, બાલાસિનોર, પંચમહાલના 45 લોકોએ ધર્મપરિવર્તન કર્યું છે. બાલાસિનોરની હોટલ ગાર્ડન પેલેસમાં ધર્મ પરિવર્તન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પોરબંદરથી આવેલા બૌદ્ધ ધર્મગુરુએ પ્રતિજ્ઞા લેવડાવી હતી.

ફોટો અને વીડિયો વાયરલ થતાં હડકંપ

બીજી બાજુ, ધર્મપરિવર્તન કરનારા લોકોએ કહ્યું કે, કોઈ લોભ લાલચ નથી. સાથે જ તેમનો દાવો છે કે, મહિના પહેલા કલેક્ટરને અરજી અપાઈ હતી. જેની સામે નાયબ કલેક્ટરનું કહેવું છે કે, ધર્મ પરિવર્તન અંગે હાલ ખબર પડી છે. કલેક્ટરને અરજી કરી છે કે નહીં તે તપાસ કરાશે. આ અંગેના ફોટો અને વીડિયો વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવતા બાલાસિનોર નગર સહિત મહીસાગર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.


આ પણ વાંચો: ફરાર દેવાયત ખવડ આઠ દિવસથી પોલીસ પકડમાં નથી આવ્યો

પોરબંદરથી આવેલા ધર્મગુરુએ સંકલ્પ લેવડાવ્યા

બાલાસિનોરના રોહિતવાસના 7, મહીસાગર અને પંચમહાલ જિલ્લાના 45 લોકોએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં અંગિકાર કર્યો છે. પોરબંદરથી આવેલા ધર્મગુરુ દ્વારા 45 જેટલા લોકોને બૌદ્ધ ધર્મ અપનાવા સંકલ્પ લેવડાવ્યા હતા. હિન્દુ ધર્મમાંથી ધર્મ પતિવર્તન કરી બૌદ્ધ ધર્મની 22 પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ધર્મ પરિવર્તન કરતા બાલાસિનોર નગર તેમજ આસપાસના લોકોમાં હડકંપ મચી જવા પામ્યો છે. બૌદ્ધ ધર્મના માનવ માત્ર એક સમાનના સૂત્રના હેતુથી ધર્મ પરિવર્તન કર્યું હોવાનું પણ કહેવાઇ રહ્યું છે.

કેમ ધર્મ પરિવર્તન કર્યું?

આ બાબતે હિન્દુધર્મમાંથી બૌદ્ધધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, બૌદ્ધ ધર્મમાં પંચશીલના આદર્શ ઉત્તમ હોવાના લીધે તેનાથી પ્રભાવિત થઈને આ ધર્મ પરિવર્તન કર્યો છે. જે માટે અમે મહીસાગર જીલ્લા કલેકટરને અરજી કરેલી છે. આ સમગ્ર મામલો સામે આવતાં ભારે હડકમ મચ્યો છે, ત્યારે તંત્ર દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
First published:

Tags: Conversion, Gujarat News, Mahisagar News

विज्ञापन