સંતરામપુર પાસે કોલેજીયન યુવતી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા

News18 Gujarati
Updated: May 30, 2019, 8:59 PM IST
સંતરામપુર પાસે કોલેજીયન યુવતી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા
પ્રતિકાત્મક તસવીર

સંતરામપુર પાસે આવેલા એક ગામમાં યુવતી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા થતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ સંતરામપુર પાસે આવેલા એક ગામમાં યુવતી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા થતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે મૃતકની માતાની ફરિયાદ ઉપરથી આગળની કાર્યવાહી હાથધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે કોલેજમાં અભ્યાસ કરતી યુવતી બુધવારે ઘરેથી જતી હતી ત્યારે સાંગવાડા પાસે તેના જ ગામનો રહેવાસી ગોપાલ સાલમ પારઘી અને રાકેશ ભાથું બામણીયા ધસી આવ્યા હતા. અને યુવતીને લઇ જઇને તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જેથી યુવતી બેભાન થઇ જતાં બંને યુવકો તેને લોહીલુહાણ હાલતમાં સંતરામપુર દવાખાને લઇ ગયા હતા. અને ત્યાંથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો.

દરમિયાનમાં યુવતીનું મોત થતાં આ અંગે સંતમારપુર પોલીસને જાણ કરાતા પોલીસે દવાખાને આવી ભાગવાની પેરવી કરતા બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સંતરામપુરપોલીસે હાલમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીની માતાની ફરિયાદ ઉપરથી ગોપાલ પારઘી અને રાકેશ બામણિયા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.
First published: May 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...