Home /News /madhya-gujarat /Mahisagar News: જમીન મામલે કાકા-ભત્રીજા વચ્ચે માથાકૂટ, ઉશ્કેરાઈને કાકાની હત્યા કરી

Mahisagar News: જમીન મામલે કાકા-ભત્રીજા વચ્ચે માથાકૂટ, ઉશ્કેરાઈને કાકાની હત્યા કરી

ઇન્સેટમાં મૃતક કાકા અને નીચે હત્યારો ભત્રીજો - ફાઇલ તસવીર

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની હદમાં આવેલી રંગેલી ગામે જમીન ખેડવાની અદાવતમાં ભત્રીજાએ કાકાને મોતને ઘાટ ઉતારી દીધા છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.

    મહિસાગરઃ જિલ્લાના ખાનપુર તાલુકાની હદમાં આવેલી રંગેલી ગામે જમીન ખેડવાની અદાવતમાં ભત્રીજાએ કાકાને મોતને ઘાટ ઉતારી દીધા છે. તેટલું જ નહીં, ભત્રીજાએ પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કરી હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે પ્રયત્ન કર્યો હતો.

    અગ્રણીઓએ જમીન વહેંચી આપી હતી


    મળતી માહિતી પ્રમાણે, ખાનપુર તાલુકાના રંગેલી ગામે રહેતા વૃદ્ધ માનાભાઈ માલિવાડની જમીન તકરારમાં કાકા-ભત્રીજા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલતો હતો. ત્યારબાદ સમાજે ભેગા થઈને તકરારનું નિવારણ કરવામાં આવ્યું હતું અને સમાજના અગ્રણીઓએ સરખા ભાગે ખેતીની જમીન વહેંચી આપી હતી. આ વહેંચણી ભત્રીજા વિરાભાઈ માલિવાડને મંજૂર નહોતી. તેને લઈને ઘણીવાર તે કાકા સાથે માથાકૂટ કરતો હતો.

    આ પણ વાંચોઃ દાદાના હાથમાંથી બાળકીને ઝૂંટવીને દીપડો ભાગ્યો!

    ઉશ્કેરાઈને ભત્રીજાએ હત્યા કરી નાંખી


    ત્યારે કાકાના ભાગમાં આવેલી જમીન ભત્રીજાએ ખેડતા કાકાએ રોક્યો હતો. ત્યારે ભત્રીજાએ કાકા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યારબાદ ઉશ્કેરાઈને કાકાને શરીરના ભાગે મારતા કાકાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ ભત્રીજો ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને સમગ્ર બનાવ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ સાથે જ પોલીસે ભત્રીજાને પણ ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Crime news, Mahisagar, Mahisagar News, Murder case

    विज्ञापन