Home /News /madhya-gujarat /મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંતરામપુરમાં માસ્ટર સ્ટ્રોક, નારાજ નેતાઓને મનાવી લીધા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંતરામપુરમાં માસ્ટર સ્ટ્રોક, નારાજ નેતાઓને મનાવી લીધા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીનો પ્રાચાર

Gujarat Election 2022: મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર કુબેરભાઈ ડીંડોરના પ્રચાર પ્રસાર અર્થે સંતરામપુર પ્રાતપપુરા મેદાન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રચાર માટે આવ્યા હતા.

  મિતેષ ભાટિયા, મહીસાગર: મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર કુબેરભાઈ ડીંડોરના પ્રચાર પ્રસાર અર્થે સંતરામપુર પ્રાતપપુરા મેદાન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજ રોજ આવી પહોંચ્યા હતા. આ સાથે સાથે તેમણે જાહેર સભામાં હાજર જંગી જનમેદનીને સંબોધન કરી ભાજપ દ્વારા કરવામાં આવ્યા વિકાસના કામોને લોકો સમક્ષ મુક્યા હતા.

  મુખ્યમંત્રીનો સંતરામપુરમાં માસ્ટર સ્ટ્રોક


  તેમણે જણાવ્યું હતું કે, ‘આદિવાસી વિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરેલા કામોથી આ વિસ્તારમાં બદલાવ આવ્યો છે.’ વધુમાં તેમણે સંતરામપુર મત વિસ્તારમાં જે સમસ્યા હતી તેનું સુખદ નિરાકરણની વાત જણાવતા ભાજપ નારાજ નેતાઓએ ખુશીથી સભા મંચ પર મુખ્યમંત્રીનું અભિવાદન કરતા સંતરામપુર વિધાનસભા જંગી લીડથી જીતશે એવી આશા વ્યક્ત કર્યો છે.

  આ પણ વાંચો: ચૂંટણીના મેદાન-એ-જંગમાં ભાજપની આ 25 સીટ પર મજબૂત દાવેદાર

  કુબેર ડીંડોરને જીતાડી લાવવા આહવાહન


  આ સાથે સાથે સંતરામપુર વિધાનસભામાં કડાણા વિસ્તારમાં દાખલાની સમસ્યાને લઇ મુખ્યમંત્રીએ આજે માસ્ટર સ્ટ્રોક મારી લોકોને સમજણ આપીને ભાજપના કેટલાક નારાજ નેતાઓને મનાવી કુબેરભાઈ ડીંડોરને જંગી લીડથી જીતાડી લાવવા આહવાહન કર્યું છે. ભાજપના નારાજ નેતાઓઓ પણ કુબેર ડીંડોરને જંગી બહુમતી જીતાડી લાવવા હાલ જણાવી રહ્યા છે.

  આ પણ વાંચો: ભાજપના ઉમેદવારના વીડિયો અંગે ECમાં ફરિયાદ; આપના ઉમેદવારોના મેન્ડેટ રદ કરવા માગ

  વિઘાનસભાની ચૂંટણીમાં ત્રણ પાર્ટીઓ મેદાનમાં


  ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ત્રણ પાર્ટીઓ મેદાનમાં છે. સાથે સાથે તે લોકો ભારે પ્રચાર પણ કરી રહ્યા છે. આ સાથે સાથે ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકો દ્વારા પણ ભારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી શાસન કરી રહ્યું છે. તો ભાજપના સ્ટાર પ્રચારકો દ્વારા આ વિધાનસભાની ભાજપની જંગી બહુમતીથી વિજય થશે તેમ જણાવી રહ્યા છે.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Assembly Election 2022, CM Bhupendra Patel, Gujarat Assembly Election 2022, Mahisagar

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन