Bribe case! મહીસાગરના ચારણ ગામના મહિલા તલાટીનો લાંચ માંગતો વીડિયો વાયરલ, થઈ આવી સજા
Bribe case! મહીસાગરના ચારણ ગામના મહિલા તલાટીનો લાંચ માંગતો વીડિયો વાયરલ, થઈ આવી સજા
વાયરલ વીડિયો પરથી તસવીર
Mahisagar Crime News: ચારણ ગામ (charan village) ગ્રામ પંચાયતમાં મહિલા તલાટી (ladi talati) દ્વારા લાંચ માંગવાનાનો વીડિયો વાયરલ થતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Deputy District Development Officer) દ્વારા ફરજ મુક્ત કરી અન્ય તાલુકામાં બદલી કરી દેવામાં આવી છે.
મિતેષ ભાટિયા, મહીસાગર: મહીસાગર જિલ્લાના (mahisagar) લુણાવાડાના ચારણ ગામ (charan village) ગ્રામ પંચાયતમાં મહિલા તલાટી (ladi talati) દ્વારા લાંચ માંગવાનાનો વીડિયો વાયરલ થતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Deputy District Development Officer) દ્વારા ફરજ મુક્ત કરી અન્ય તાલુકામાં બદલી કરી દેવામાં આવી છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચારણ ગામ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી-કમ-મંત્રી સવિતાબેન માછી ચાપેલી ગ્રામ પંચાયત સહિત ચારણ ગામ પંચાયત વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તલાટી સવિતાબેન માછી અરજદાર પાસે બોર મોટર કઢાવવા માટે 10 હજારની લાંચ માગતા વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યા છે.
વીડિયોમાં એક તરફ અરજદારની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે આજીજી કરી રહ્યો છે કે દસ હજાર રૂપિયાના હોય તો થોડા ઓછા કરો પરંતુ મહિલા તલાટી કહી રહ્યા છે કે મારે તાલુકામાં પણ આપવા પડતા હોય છે. ત્યારે તાલુકા પંચાયતના અધિકારી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી વીડિયો બાબતે અહેવાલ રજૂ કરતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહિલા તલાટી સવિતાબેન માંછી ને ફરજ મુક્ત કરી અન્ય કડાણા તાલુકામાં બદલી કરી દેવામાં આવી છે.
ત્યારે આવા કેટલા અરજદારની પાસે સરકારના આવતા વિકાસના કામોમાં લાંચ માંગી હશે તેમજ કયા કયા સુધી મહિલા તલાટી હપ્તા પહોચાડતા હશે. આ સમગ્ર તપાસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવે તો મસ મોટું કૌભાંડ બહાર આવે તો નવાઈ નહીં.
નાયબ જિલ્લા વિકાસ અધિકારીના ફરજ મોકૂફ પત્રમાં તલાટી સવિતા બેન માછી સામે સિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવા વીડિયો માં સ્પષ્ટ તલાટી દ્વારા કરવામાં આવેલ રૂપિયાની માંગણી અનુસંધાને ગુજરાત પંચાયત સેવા વર્તુણકના નિયમો 1998 ના નિયમ -૩ના પેટા નિયમ વર્ગ 3 ના કર્મચારી તરીકે તેમને ન સોભે તેવું વર્તન કરેલ હોય તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ કરી કડાણા તાલુકા પંચયત ખાતે બદલી કરી દેવામાં આવી હોવાનું પત્ર માં જણાવવામાં આવ્યું છે.
પરંતુ મહિલા તલાટી વીડિયોમાં સ્પષ્ટ કહી રહ્યા છે કે મારે તાલુકા સુધી આપવું પડે છે એ કોણ છે અધિકારી મહિલા તલાટીને માત્રને માત્ર ફરજ મોકૂફ કરીને અધિકારીઓ સંતોષ માની લેશે કે પછી રેલો ક્યાં સુધી જાય છે તેની આગળ તપાસ કરાવશે. આ વીડિયોને જોતા સ્પષ્ટ પણે લાગી રહ્યુ છે કે આવી એક નહિ પરંતુ અનેક પંચાયતો માં ટકાવારી લેવાતી હોવાની બૂમો પણ ઉઠવા પામી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર