મહીસાગર: હાલ રાજ્યના મોટાભાગ જિલ્લામાં (Gujarat monsoon news) વરસાદી માહોલ છવાયો છે. ત્યારે મહીસાગર (Mahisagar) જિલ્લામાંથી ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના સંતરામપુરના રાણાવાસ વિસ્તારમાં 5 વર્ષની ધૃત્તિ રાણાને વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે બાળકી વીજ પોલ સાથે ચોંટી ગઈ હતી. જોકે, આસપાસના લોકોની સતર્કતાને કારણે તે બાળકીનો જીવ બચી ગયો છે. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે.
સંતરામપુર નગરના રાણાવાવ વિસ્તારની અંદર રહીશોના ઘર પાસે આવેલા વીજપોલના ખુલ્લા વીજ વાયરોના કારણે 5 વર્ષની બાળકીને કરંટ લાગ્યો હતો. ધ્રિતી સંજયકુમાર રાણાએ ત્યારે જ બૂમાબૂમ કરતાં આસપાસના લોકોએ સતર્કતા વાપરીને લાકડાના ડંડાથી તેને વીજપોલથી દૂર કરવામાં આવી હતી.
આ ઘટના બાદ સ્થાનિકોએ એમજીવીસીએલમાં સંપર્ક કરીને આ છૂટાં વાયરોને ઠીક કરવાનું કહ્યું પરંતુ ત્યાં કોઇ જ અધિકારી કે કર્મચારી આવ્યાં નહીં. આ જ કારણે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર