Home /News /madhya-gujarat /Gujarat Police: ગુજરાત પોલીસને બદનામ કરે તેવું કૃત્ય, પોલીસ અધિકારીનો હપ્તા બાબતે ઓડિયો વાયરલ
Gujarat Police: ગુજરાત પોલીસને બદનામ કરે તેવું કૃત્ય, પોલીસ અધિકારીનો હપ્તા બાબતે ઓડિયો વાયરલ
ઓડિયો રેકોડિઁગમાં વિજિલન્સ/આરઆરસેલ/સ્થાનિક DYSP/SP ના નામે હપ્તા લેવાની વાતો જણાઈ આવે છે.
સમગ્ર ગુજરાત પોલીસને બદનામ કરે અને સેવા અને શિસ્તના નિયમોનું ખુલ્લેઆમ ભંગ થયેલો અને એક જવાબદાર પોલીસ અધિકારી તરીકે ના શોભે તેવું કૃત્ય આ પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવ્યું છે
મિતેષ ભાટિયા, મહીસાગર: મહિસાગર (Mahisagar) જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા એક પીઆઈની ઓડિયો ક્લિપ (Audio clip Viral) બહાર આવી છે ત્યારે વાત કરીએ તો મહિસાગર જિલ્લામાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા એલસીબી પીઆઇ સી.સી ખટાણા કે જેઓ પોતાના અંગત વહીવટદાર સાથે મહિસાગર જિલ્લામાં ચાલતા બેનંબરી ધંધાર્થીઓ પાસેથી હપ્તા બાબતેની ચર્ચા કરી રહ્યા હોવાનું ઓડિયોમાં બહાર આવ્યું છે.
મહીસાગર જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા એલસીબી પીઆઈ સી.સી.ખટાણા તેમના અંગત વહીવટદાર પોલીસ કોન્સ્ટેબલ દિલીપ ચૌહાણને કેવી રીતે દમ મારીને વહીવટની વાતો કરી રહ્યા છે. તે અંગેની આખી વાત આ ઓડિયોમાં કેદ થઇ ગઇ છે. આ ઓડિયોમાં સંભળાય છે કે, વહીવટદારને પીઆઇ દ્વારા ધમકાવવામાં આવે છે કે તું વહીવટ કરે છે તો બધી એજન્સીને હપ્તા માટે મારે જવાબો આપવાના તું શું કરે છે? ખરેખર આ બધી એજન્સી કઈ એતો આ બંને પોલીસ અધિકારીને જ ખબર હશે.
સદર ઓડિયો રેકોડિઁગમાં વિજિલન્સ/આરઆરસેલ/સ્થાનિક DYSP/SP ના નામે હપ્તા લેવાની વાતો જણાઈ આવે છે. તો આ ઓડિયો પરથી એવો સવાલ પણ ઉદ્ભવે છે કે, ખરેખર આવું હોઈ શકે ખરું? ત્યારે અરજદાર દીપક પંચાલ દ્વારા ગાંધીનગરના ગૃહ વિભાગ સહિત ગુજરાત પોલિસ વડાને ઓડિયો બાબતે લેખિતમાં રજૂઆત કરી કર્યદેસરની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. અરજદારે કરેલ અરજીને લઇ અરજદાર સહિત પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળતા અરજદારે મારા પરિવાર સહિત મને કઈ પણ થશે તો જવાબદાર સીસી ખટાણા ડી.વાય.એસ.પી સહિત બે પોલીસ અધિકારી જવાબદાર રહેશે બાબતે વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે.
પીઆઇ અને કોન્સ્ટેબલ વચ્ચે થયેલ વાતચીતમાં ગુજરાત રાજ્ય વિજિલન્સના તેમજ પંચમહાલ રેંજના આર.આર સેલના નામનો ઉલ્લેખ તેમજ બીજા અન્ય અધિકારીઓ બાબતે ચર્ચા આ ઓડિયોમાં જણાઈ આવે છે.
સમગ્ર ગુજરાત પોલીસને બદનામ કરે અને સેવા અને શિસ્તના નિયમોનું ખુલ્લેઆમ ભંગ થયેલો અને એક જવાબદાર પોલીસ અધિકારી તરીકે ના શોભે તેવું કૃત્ય આ પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય ગૃહવિભાગ અને એસીબી દ્વારા આવા ભ્રસ્ટાચારી અધિકારી સામે પગલાં લેવાય છે તે જોવું જ રહ્યું.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર