Home /News /madhya-gujarat /મહીસાગર : લુણાવાડામાં મહિલાના માથા પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું, વિચલીત - Live Accident CCTV VIDEO

મહીસાગર : લુણાવાડામાં મહિલાના માથા પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું, વિચલીત - Live Accident CCTV VIDEO

લુણાવાડા અકસ્માત સીસીટીવી વીડિયો

આ અકસ્માતની ઘટના નજીકમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે...

મિતેશ ભાટિયા, મહિસાગર : મહિસાગર (Mahisagar) જિલ્લાના લુણાવાડાથી અકસ્માત (Lunavada Accident)ની વિચલીત ઘટના સામે આવી છે. એક્ટિવા ચાલક મહિલાને ગંભીર અકસ્માત (Activa Accident) નડ્યો, જેમાં ટ્રકનું ટાયર માથા પરથી ફરી વળતા મહિલાનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. મહત્વની વાત એ છે કે, આ ગંભીર અકસ્માત (Road Accident) નજીકમાં રહેલા એક સીસીટીવી (accident cctv video) કેમેરામાં કેદ થઈ ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહિસાગર જિલ્લાના લુણાવાડાની લુનેશ્વર ચોકડી પાસે મહિલા એક્ટિવા ચાલકનું અકસ્માતમાં કરૂણ મોત થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અકસ્માતની ઘટના બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી મામલો હાથ પર લઈ ટ્રક ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

વિગતે ઘટનાનીવાત કરીએ તો, લુણાવાડાની લુનેશ્વર ચોકડી નજીકથી એક મહિલા અંદરના રોડ પરથી મેઈન રોડ પર એક્ટિવા લઈ આવી રહી હતી ત્યારે અચાનક એક્ટિવા સ્લીપ ખાઈ જતા મહિલા રોડ પર પટકાઈ હતી, આજ સમયે પાછળથી આવી રહેલ ટ્રકનું ટાયર મહિલા પરથી પસાર થઈ જતા મહિલાનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાતા જ લોકો એકઠા થઈ ગયા હતા અને ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી સીસીટીવીના આધારે કાર્યવાહી શરૂ કરી છે.

(નોંધ - અકસ્માતનો VIDEO વિચલીત કરે તેવો છે)



મહત્વની વાત એ છે કે, આ અકસ્માતની ઘટના નજીકમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, મહિલા અંદરના રોડ પરથી મેઈન રોડ પર વળાંક લેતા સમયે અચાનક એક્ટીવા સાથે સ્લીપ થઈ જાય છે, આજ સમયે પાછળથી આવેલ ટ્રકનું ટાયર તેમના પરથી પસાર થઈ જાય છે. અકસ્માત બાદ ટ્રકમાં રહેલ ક્લીનર ટ્રક છોડી ભાગી જાય છે, પરંતુ ટ્રક ડ્રાઈવર ઝડપાઈજાય છે. ટ્રક ડ્રાઈવર તુરંત ટ્રક પાછળ લે છે પરંતુ મહિલાના બે મિનીટ માટે ઘાયલ અવસ્થામાં રહે છે, અને ત્યારબાદ તેનું મોત નિપજે છે. પોલીસે મહિલા કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી મહિલાના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.
First published:

Tags: Accident CCTV, Accident News, Accident video, Live Accident, Live Accident video, Mahisagar, મહિસાગર