Home /News /madhya-gujarat /

VADODARA: રક્તદાન જાગૃતિ માટે દિલ્હી સુધીની પગપાળા યાત્રાએ નિકળેલા કિરણ વર્મા વડોદરાની મુલાકાતે

VADODARA: રક્તદાન જાગૃતિ માટે દિલ્હી સુધીની પગપાળા યાત્રાએ નિકળેલા કિરણ વર્મા વડોદરાની મુલાકાતે

રક્તદાનજાગૃતિ

રક્તદાનજાગૃતિ માટે પગપાળાયાત્રાએ નીકળેલા કિરણ વર્મા શહેરમાં આવ્યાં...

દેશના જાગૃત નાગરિકે એક ખૂબ સરસ પહેલ કરેલ છે. દેશભરમાં લોકો લોહી ન મળવાના કારણે મૃત્યુ પામતા હોય છે. જેનો સરેસશ આંકડો 12 હજાર જેટલો છે. જેથી કરીને લોકોને લોહી ઉણપ વર્તાય નહિ અને સમયસર સારવાર થાય એના માટે દિલ્હીનો યુવક જાગૃતિ ફેલાવી રહયો છે.

વધુ જુઓ ...
    વડોદરા: દેશના જાગૃત નાગરિકે એક ખૂબ સરસ પહેલ કરેલ છે. દેશભરમાં લોકો લોહી ન મળવાના કારણે મૃત્યુ પામતા હોય છે. જેનો સરેસશ આંકડો 12 હજાર જેટલો છે. જેથી કરીને લોકોને લોહી ઉણપ વર્તાય નહિ અને સમયસર સારવાર થાય એના માટે દિલ્હીનો યુવક જાગૃતિ (Awarness) ફેલાવી રહયો છે. જે મૃત્યુ આંકને શૂન્ય કરવા માટે દિલ્હીના સામાજિક કાર્યકરે પગપાળા યાત્રાની શરૂઆત કરી છે. જે યાત્રા દરમિયાન કિરણ વર્મા સમગ્ર દેશના રાજ્યો અને કેન્દ્ર શાસિતમે પ્રદેશોની મુલાકાત લેશે અને ત્યાં રહેતા લોકોને રક્તદાનના (Blood Donation) મહત્ત્વ વિશેની જાણકારી આપશે.

    દિલ્હી સુધીની પગપાળા યાત્રાએ નિકળેલા કિરણ વર્માએ વડોદરાની મુલાકાત લીધી હતી.

    રક્તદાન જાગૃતિ માટે કેરેલાથી દિલ્હી સુધીની પગપાળા યાત્રાએ નિકળેલા કિરણ વર્માએ વડોદરાની મુલાકાત લીધી હતી. વડોદરાની મુલાકાત દરમિયાન કિરણ વર્માએ જણાવ્યું હતું કે, હું છેલ્લા બે વર્ષથી દિલ્હીમાં ફક્ત 10 રૂપિયામાં લોકોને ભરપેટ ભોજન કરાવું છું. આ પ્રકારની ભોજન વ્યવસ્થા વડોદરા શહેરમાં પણ છે, જે જાણીને મને આનંદની લાગણીનો અનુભવ થયો છે. જરૂરિયાતમંદો માટે કામ કરવા માટે લોકો આગળ આવી રહ્યા છે તે સારી બાબત છે.

    લોહી નહીં મળવાના કારણે અંદાજિત 12 હજાર દર્દીઓ મૃત્યુ પામે છે.

    એક માહિતી મુજબ ભારતમાં દરરોજ લોહી નહીં મળવાના કારણે અંદાજિત 12 હજાર દર્દીઓ મૃત્યુ પામે છે. જે મૃત્યુ આંક શૂન્ય કરવા માટે દેશની વસ્તીના ફક્ત 1% એટલે કે, 1.5 કરોડ લોકોએ રાબેતા મુજબ રક્તદાન કરવાની જરૂર છે. આમ કરવાથી 31 ડિસેમ્બર 2025 સુધીમાં લોહીની ઉડપને કારણે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા ચોક્કસ પણે શૂન્ય થઇ જશે. જે વાતની જાગૃતતા ફેલાવવા માટે મેં 28 ડિસેમ્બર 2021 થી પગપાળા યાત્રાની શરૂઆત કરી છે.

    આ પણ વાંચો: સરકારની યોજનાનો લાભ 100 ટકા લાભાર્થીઓને આપવા વિશેષ અભિયાન શરૂ

    પાંચ મહિનાની અંદર કુલ મળીને 36 રક્તદાન કેમ્પનું આયોજન કરાયું,7000 યૂનિટ લોહી ભેગુ કરવામાં આવ્યું.

    150 દિવસમાં મેં 3800 કિમીનું અંતર કાપી ચૂક્યાહતા. 28 ડિસેમ્બર 2021 થી 27 મૈં સુધીમાં,તમિલનાડુ, પુંડ્ડુચેરી, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત અને સિલવાસા જેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મુલાકાત લીધી છે. જે દરમિયાન જેતે જગ્યાએ પાંચ મહિનાની અંદર કુલ મળીને 36 રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 7000 યૂનિટ લોહી ભેગુ કરવામાં આવ્યું છે. પાંચ મહિનાની અંદર હું 2 લાખ લોકોને મળ્યો છું અને દરેકને રક્તદાનનું મહત્ત્વ સમજાવ્યું છે.

    આ પણ વાંચો: ભારતીય પરંપરા અને સંસ્કૃતિની બાળકો કિંમત કરે તેવા ઉદ્દેશથી સમર કેમ્પનું આયોજન

    29મે ના રોજ અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPL ની ફાઇનલ મેચના સમયે સ્ટેડિયમની બહાર ઉભા રહીને રક્તદાન વિશે લોકોને માહિતી આપશે.

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર રક્તદાતતી માહિતી અપાશે 19 વર્ષમાં 46 વખત રક્તદાન કરી ચૂકેલા કિરણ વર્મા 29મે ના રોજ અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPL ની ફાઇનલ મેચના સમયે સ્ટેડિયમની બહાર ઉભા રહીને રક્તદાન વિશે લોકોને માહિતી આપશે અને જાગૃતિ ફેલાવાનું કાર્ય કરશે. રક્તદાન મહાદાન છે તે વિશે એક સાથે એક લાખથી વધુ લોકોને રવિવારના રોજ જાગૃત કરવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર