Home /News /madhya-gujarat /સંતરામપુરમાં આવાસ યોજનાના નામે મસમોટું કૌભાંડ, ગરીબ લાભાર્થીઓનાં સપનાં પણ પાણી ફરી વળ્યાં

સંતરામપુરમાં આવાસ યોજનાના નામે મસમોટું કૌભાંડ, ગરીબ લાભાર્થીઓનાં સપનાં પણ પાણી ફરી વળ્યાં

મહિસાગર આવાસ યોજના કૌભાંડ - ફાઇલ તસવીર

Mahisagar Scam: મહીસાગરના સંતરામપુરમાં ગુજરાત સરકારનું આવાસ યોજના કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે 10 વર્ષ પછી પણ તેમને ઘર મળ્યાં નથી. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરોને રૂપિયા પણ ચૂકવી દીધાં છે. વાંચો સમગ્ર માહિતી...

    મિતેશ ભાટીયા, મહિસાગરઃ જિલ્લાના સંતરામપુરમાં ગુજરાત સરકાર દ્વારા ગરીબોને ઘરનું ઘર મળે તે માટે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા 272 આવાસ બનતાં પહેલાં જ જર્જરિત થઈ જતાં લાભાર્થીઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે,

    બે યુનિટમાં કામગીરી કરવામાં આવી


    મળતી માહિતી પ્રમાણે, મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં નગરપાલિકા હસ્તક ગુજરાત સરકારના સહયોગથી બીપીએલ કાર્ડધારક લાભાર્થીઓ કે જે ઘરવિહોણા હોય તેમને ઘરનું ઘર મળી રહે તેના માટે અંદાજે 6.40 કરોડના ખર્ચે 272 બહુમાળી આવાસ બનાવવામાં આવ્યાં હતા. તેમાંથી એક યુનિટ બારિકોટા રોડ ઉપર તો બીજું યુનિટ મરગા કેન્દ્ર વિસ્તારમાં બનાવવામાં આવ્યું હતું. ત્યારે 4 વર્ષ પહેલાં આ આવાસ બનાવવાનું કામ ચાલુ કર્યુ હતુ અને છેલ્લા એક વર્ષથી આ આવાસની કામગીરી અધૂરી છે અને જર્જરીત હાલતમા બંધ થઈ ગયેલી છે. ઉલ્લેખનીય છે કે, આવાસનું કામ શરૂ થયે 4 વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી કામગીરી અધૂરી છે.

    આ પણ વાંચોઃ ભાવનગર SOGએ 1.39 કરોડ રૂપિયાની નકલી નોટોનું કૌભાંડ ઝડપ્યું

    આવાસમાં બિનગુણવત્તાયુક્ત માલસામાન વપરાયો


    ત્યારે આ આવાસના પાયા પણ બેસી ગયા છે. તેમાં વાપરવામાં આવેલા સિમેન્ટના બ્લોકમાંથી રેતી પણ ખરે છે અને માટી મિશ્રિત હલકી ગુણવત્તાવાળી રેતી વાપરવાથી માલસામાન વાપરી આવાસ બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે સવાલ એ ઊભો થયો છે કે, ગરીબો અહીં રહેવા આવે અને કોઈ દુર્ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ.

    આ પણ વાંચોઃ ગોધરાનું એવું કૌભાંડ જેના વિશે સાંભળી પગ તળેથી જમીન સરકી જશે!

    નગરપાલિકાએ રૂપિયાં પણ ચૂકવી દીધાં


    આજે 10 વર્ષ બાદ પણ લાભાર્થીઓને ઘરનું ઘર મળી શક્યું નથી. ઉલ્લેખનીય છે કે, કોન્ટ્રાક્ટરોને કામની મોટાભાગની રકમ ચૂકવી દેવામાં આવી છે. નગરપાલિકાએ પણ આવાસનું કામ અધૂરું અને જર્જરિત હોવા છતાં કોન્ટ્રાક્ટરને 5.25 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. અધિકારીઓનાં આંખ આડા કાન કરવાની નીતિને કારણે ગરીબ લાભાર્થીઓનાં સપના અધૂરાં રહી જશે તેવું લાગી રહ્યુ છે. આ ઉપરાંત સમગ્ર ઘટના મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરે આ બાબતે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Mahisagar, Mahisagar News

    विज्ञापन