Home /News /madhya-gujarat /

મહીસાગરમાં ખાખી માટે શરમજનક કિસ્સો: PI સહિત પોલીસકર્મીઓ વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાઈ, જુઓ શું છે મામલો?

મહીસાગરમાં ખાખી માટે શરમજનક કિસ્સો: PI સહિત પોલીસકર્મીઓ વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાઈ, જુઓ શું છે મામલો?

બાલાસિનોરમાં પીઆઈ સહિત ચાર પોલીસકર્મી વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાઈ

મહિસાગર (Mahisagar) ના બાલાસિનોર (balasinor gujarat) માં પત્રકારની ગાડી ડિટેન કરી ગાડીમાં રહેલા પૈસા પણ પાછા ન આપ્યા, પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ફરિયાદી કર્ટના શરણે ગયો અને પીઆઈ (PI J K Patel) સહિત ચાર પોલીસકર્મી વિરુદ્ધ લૂંટની ફરિયાદ (Complaint of robbery) નોંધાઈ.

વધુ જુઓ ...
    મિતેષ ભાટિયા, મહિસાગર (Mahisagar) : જિલ્લામાં ખાખીને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. બાલાસિનોર (Balasinor) ના તત્કાલિન પી.આઈ (PI) અને હાલમાં રાજપીપળા પોલીસ મથક (Rajpipla Police Station) માં ફરજ બજાવી રહ્યા છે, એવા પી.આઇ. જે. કે. પટેલ (PI J K Patel), એક પી.એસ.આઈ. સહિત ત્રણ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ લૂંટનો ગુનો દાખલ થતાં સમગ્ર વિસ્તારમાં પોલીસ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, સત્તાના નશામાં ચૂર તાત્કાલિન પીઆઇ જે. કે. પટેલ અને પોલીસ કર્મીઓ દ્વારા એક પત્રકારની ગાડી ઉભી રાખી અને ડિટેઇન કરવામાં આવી હતી, જેમાં ગાડીમાં અંકે 20,000 રૂપિયા હતા, આ સમયે ગાડી માલિક દિપક પંચાલને તેમના પૈસા પણ લેવા ન દેતા અને જ્યારે ગાડીનો મેમો ભરી ગાડી પોલીસ સ્ટેશને પરત લેવા જતા ગાડીમાંથી 20,000 રૂપિયા ન હોવાથી દિપક પંચાલ પીઆઇ જે. કે. પટેલને રજૂઆત કરી હતી, પરંતુ પીઆઇએ કહ્યું, રૂપિયા તો નહિ મળે, કહી દિપક પંચાલને ધક્કા મારી બાલાસિનોર પોલીસ મથકમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતી

    આ બાબતે ફરિયાદી દિપક પંચાલ દ્વારા તે વખતે હાજર જિલ્લા પોલીસ વડા ઉષા રાડા અને નાયબ જિલ્લા પોલીસ વડા વિનય શુક્લાને વારંવાર લેખિતમાં રજૂઆત કરી હતી, તેમજ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપવામાં આવી હતી. પરંતુ એસ પી ઉષા રાડા સહિત વિનય શુક્લા દ્વારા પણ કોઇ કાર્યવાહી ન થતાં આખરે અરજદારે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

    મહત્વની વાત એ છે કે, 2014માં બનેલી લૂંટની ઘટનામાં આખરે પત્રકાર દીપક પંચાલને ન્યાય મળ્યો છે અને કોર્ટે પીઆઈ જે. કે. પટેલ સહિત પોલીસ કર્મીઓ પર લૂંટનો ગુનો દાખલ કરવામાં આવતા ગુજરાત ભરમાં પોલીસની કામગીરી અંગે અનેક સવાલો ઉભા થઇ રહયા છે, ત્યારે આવા લેભાગુ પોલીસ કર્મીઓના કારણે, જેઓ સારી રીતે પોતાની પરજ નીભાવી રહ્યા તેવી પોલીસ પણ બદનામ થઈ રહી છે.

    આ પણ વાંચોગીર સોમનાથ : પાણીની કિલ્લત હત્યાના માર્ગે દોરી ગઈ, પાણી વિતરણનું કામ સંભાળતા વ્યક્તિને યુવકે રહેંસી નાખ્યો

    હાલ તો બાલાસિનોર કોર્ટે દ્વારા પી.આઇ. સહિત તેમની સાથે રહેલા પોલીસ કર્મીઓ પર લૂંટનો ગુનો દાખલ થતાં પત્રકાર દીપક પંચાલ પર અનેક સમાધાન બાબતે ફોન કોલ આવી રહ્યા છે, પરંતુ દીપક પંચાલ તટસ્ટ રહીને કાર્યવાહી તરફ મીટ માંડીને બેઠા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Mahisagar, Mahisagar News, Robbery case, મહિસાગર, રાજપીપળા

    આગામી સમાચાર