Home /News /madhya-gujarat /

મહીસાગર: લો બોલો! બાલાસિનોર બસ ડેપોમાં ડીઝલ ખૂટતા એસ.ટી. બસોના પૈડાં થંભી ગયા, 48 રૂટ બંધ

મહીસાગર: લો બોલો! બાલાસિનોર બસ ડેપોમાં ડીઝલ ખૂટતા એસ.ટી. બસોના પૈડાં થંભી ગયા, 48 રૂટ બંધ

બાલાસિનોર એસ.ટી. ડેપો

Balasinor ST buses: બાલાસિનોર ડેપોમાં છેલ્લા ત્રણ દિવસથી ડીઝલની જથ્થો ખૂટ્યો છે. આ કારણે ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

    મહીસાગર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર ડેપો (Balasinor Bus stand) ખાતે એવો બનાવ બન્યો છે જેની ચારેકોર ચર્ચા છેડાઈ છે. હકીકતમાં અહીં ડીઝલના અભાવે સરકારી બસો (St buses)ના 48 રૂટ બંધ કરવાની ફરજ પડી છે. બસો બંધ થતાં ગ્રામ્ય વિસ્તારોના લોકોની સાથે સાથે વિદ્યાર્થીઓએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ (Ajitsinh Chauhan) વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદી (Purnesh Modi)ને રજુઆત પણ કરી છે.

    મળતી માહિતી પ્રમાણે બાલાસિનોર ડેપોમાં છેલ્લા ત્રણ દિવસથી ડીઝલની જથ્થો ખૂટ્યો છે. આ કારણે ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ લોકો પોતાના ગામ જવા માટે ખાનગી વાહનોનો સહારો લઈ રહ્યા છે. બાલાસિનોર ડેપોમાં એસ.ટી. બસના કુલ 68 રૂટ છે. જેમાંથી 48 રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ ફક્ત 15 રૂટ ચાલી રહ્યા છે.


    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    કોલ્ડ  ડ્રિંકમાં ગરોળી: ભાર્વગ જોશીએ વર્ણવ્યો કડવો અનુભવ


    પાંચ દિવસ પહેલા અમદાવાદમાં મેકડોનાલ્ડ્સ (McDonald’s outlet)ના એક આઉટલેટમાં કોલ્ડ ડ્રિંકમાંથી ગરોળી (Lizard in cold drink) નીકળી હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ (AMC)ને આ આઉટલેટને સીલ કરી દીધું હતું. આ મામલે હવે જે ગ્રાહકના કોલ્ડ ડ્રીંકમાંથી ગરોળી નીકળી હતી તેણે મોટા ખુલાસા કર્યાં છે. ગ્રાહકનું કહેવું છે કે મેકડોનાલ્ડ્સના મેનેજરે તેની ફરિયાદ પર વધારે ધ્યાન આપ્યું ન હતું તેમજ ફરિયાદ કરવા પર તે હસવા લાગ્યો હતો. ગરોળી નીકળવાના બનાવ બાદ સાયન્સ સિટી રોડ (Science city road) પર આવેલા આ આઉટલેટ વિરુદ્ધ એએમસીએ કડક કાર્યવાહી કરી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)


    અકસ્માતમાં કારના ફૂરચા નીકળી ગયા


    દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લામાં આજે થયેલા ગમખ્વાર બે સરકારી કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં જામરાવલ નગરપાલિકા (Jam Raval Nagar Palika)ના ચાર કર્મચારીઓ કામ અર્થે ગાંધીનગર (Gandhinagar) જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ એક કર્મચારીનું ઘટના સ્થળે અને અન્ય કર્મચારીનું જામનગર સિવિલ હૉસ્પિટલ (Jamnagar Civil Hospital) ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. (વાંચો સમગ્ર અહેવાલ...)

    ટ્રક ચાલકે અકસ્માત બાદ બાઇકને 15 કિલોમીટર સુધી ઢસડ્યું


    ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર મહારાષ્ટ્રની હદમાં આવેલા તલાસરી (Talasari) નજીક એક ટેમ્પો ચાલકે હાઇવે પરથી પસાર થતા એક બાઈકને અડફેટે લીધું હતું. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે (Ahmedabad-Mumbai National highway) પર એક ટેમ્પોએ બાઈકને અડફેટે લેતા બાઈક ટેમ્પો નીચે ફસાઈ ગયું હતું. અકસ્માત સર્જ્યા બાદ પણ ટેમ્પો ચાલકે પૂર ઝડપે ટેમ્પો હાઇવે પર દોડાવ્યો હતો. એટલે કે ટેમ્પો નીચે બાઈક ફસાયું હોવા છતાં ટેમ્પો ચાલકે બેદરકારી દાખવીને ટેમ્પોને તલાસરીથી ગુજરાત તરફ પૂર ઝડપે દોડાવ્યો હતો. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર