Home /News /madhya-gujarat /

વાઘ આવ્યો વાઘ આવ્યો...મહીસાગરમાં ત્રણ વાઘ દેખાયાનો ગ્રામજનોનો દાવો

વાઘ આવ્યો વાઘ આવ્યો...મહીસાગરમાં ત્રણ વાઘ દેખાયાનો ગ્રામજનોનો દાવો

હાલ સુધી એક વાઘનો પત્તો લાગ્યો નથી ત્યાં ત્રણ વાઘ દેખાયાની વાતથી વનવિભાગ સક્રિય

હાલ સુધી એક વાઘનો પત્તો લાગ્યો નથી ત્યાં ત્રણ વાઘ દેખાયાની વાતથી વનવિભાગ સક્રિય

    રાજ્યમાં વાઘ આવ્યાની તસવીરો વાયરલ થયા બાદ વન વિભાગે મસમોટી ટીમ બનાવી વાઘને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે, જો કે મહીસાગરના ગઢ ગામના લોકોનું કહેવું છે કે તેઓએ 3 વાઘને જોયા છે. તો એક વ્યક્તિએ દાવો કર્યો કે વાઘથી બચવા માટે તે જાડ પર ચડી ગયો હતો.

    પ્રાપ્ત વિગત પ્રમાણે મહીસાગરના ગઢ ગામે વાઘ દ્વારા મારણ કર્યાના રિપોર્ટ મળી રહ્યાં છે, અહીં ગ્રામજનોએ દાવો કર્યો કે તેઓએ એક નહીં ત્રણ વાઘને જોયા છે. એટલું જ નહીં વાઘે 4 બકરાનું મારણ કર્યું છે, તથા એક બકરાને ખેંચીને લઇ ગયા છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ મહીસાગરમાં દેખાયેલું પ્રાણી વાઘ જ હતો; સરકાર વાઘના વધામણાં કરશે: વન મંત્રી

    ગઢ ગામના લોકોના દાવાથી વનવિભાગ દોડતું થયું છે, તો એક વ્યક્તિએ તો ત્યાં સુધી દાવો કર્યો કે તેણે વાઘને નજરે જોયા છે. એટલું જ નહીં તે વાઘથી બચવા સાગના ઝાડ પર ચઢી ગયો હતો.

    મહીસાગર જિલ્લામાં બે દિવસ પહેલા જોવા મળેલું વન્ય પ્રાણી વાઘ જ હોવાની વન વિભાગ તરફથી પુષ્ટિ કરવામાં આવી છે. બે દિવસ પહેલા એક શિક્ષકે દાવો કર્યો હતો કે તેણે એક વાઘની તસવીર ક્લિક કરી છે. જે બાદમાં વન વિભાગની ટીમે વાઘને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હવે વન વિભાગ તરફથી વાઘની અન્ય એક તસવીર જાહેર કરીને એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે શિક્ષકે જોયેલું પ્રાણી વાઘ જ હતો. એટલે કે ગુજરાતમાં વાઘ હોવાના સમાચાર પર વન વિભાગે મહોર મારી દીધી છે.

    આ અંગે વનમંત્રી ગણપત વસાવાએ કહ્યું છે કે, "ગુજરાત સરકાર વાઘના વધામણાં માટે તૈયાર છે. રાજ્યમાં પહેલાથી જ સિંહ અને દીપડા છે, હવે વાઘ માટે પણ ગુજરાત સક્ષમ છે. વાઘની તપાસ માટે વન વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજસ્થાન અથવા મધ્ય પ્રદેશમાંથી વાઘ આવ્યો હોવાની સંભાવના છે."

    વાઘ-દીપડો-સિંહ હોય તેવું ગુજરાત પ્રથમ રાજ્ય

    વન વિભાગે ગુજરાતમાં વાઘ રહેતો હોવાની પુષ્ટિ કર્યા બાદ ગુજરાત એવું પ્રથમ રાજ્ય બની ગયું છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ એક સાથે રહેતા હોય.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Goats died, Seen tigers, Tiger in Gujarat, Tigers attack on Goats, ગ્રામજનો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन