મહીસાગર: સંતરામપુરની કિશોરી પર બળાત્કાર, કાકીએ જ 14 વર્ષની ભત્રીજીને નરાધમના હવાલે કરી દીધી

સંતરામપુર પોલીસે પીડિતાની કાકાની ધરપકડ કરી.

સંતરામપુરમાં એક મહિલા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં જ કિશોરી પર બળાત્કારની ઘટના પોલીસ ચોપડે નોંધવામાં આવી છે.

 • Share this:
  સંતરામપુર: સંતરામપુર સામૂહિક દુષ્કર્મ (Santrampur Gangrape)અને જામનગર સામૂહિક દુષ્કર્મ (Jamnagar Gangrape Case)ની ઘટનાઓની શાહી હજુ સુકાઈ નથી ત્યારે સંતરામપુર ખાતે એક 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સંતરામપુર પોલીસ મથકે (Santrampur Police Station) અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. ઘટનાની વિગત પ્રમાણે સંતરામપુરની 14 વર્ષની કિશોરીનું અપહરણ (Kidnapping) કરી લેવામાં આવ્યું હતું. જે બાદમાં તેણી પર એક યુવાન દ્વારા અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

  ખુદ કાકીએ ભત્રીજીને નરાધમને સોંપી દીધી

  મળતી માહિતી પ્રમાણે આ કેસમાં કિશોરીની કાકીએ જ કિશોરીને એક નરાધમના હવાલે કરી દીધી હતી. કાકીએ નોકરી અને પૈસાની લાલચ આપીને કિશોરીનું અપહરણ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે કિશોરીને સંતરામપુરથી કચ્છના ભચાઉ ખાતે લઈ જવામાં આવી હતી. જે બાદમાં કાકીએ તેની ભત્રીજીને એક યુવાનને હવાલે કરી દીધી હતી. આ યુવાને કિશોરી પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

  આ પણ વાંચો: અમદાવાદ: તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી સોનાની ચેનની લૂંટ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

  કિશોરી ભચાઉ ખાતેથી કેમ પણ કરીને ભાગી છૂટી હતી અને સંતરામપુર ખાતે પોતાના ઘરે પહોંચી હતી. જે બાદમાં કિશોરીએ સમગ્ર હકીકત પિતાને કહી હતી. આ મામલે કિશોરીના પિતાએ સંતરામપુર પોલીસ મથક ખાતે ફરિયાદ આપી હતી. સંતરામપુર પોલીસે આ મામલે કિશોરીની કાકીની ધરપકડ કરી છે, તેમજ દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

  સંતરામપુરમાં મહિલા પર સામૂહિક દુષ્કર્મ

  ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા વિસ્તારમાં એક ગરીબ મહિલાને કેટલાક યુવાનોએ બ્લેકમેલ કરીને તેણી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. યુવકો છેલ્લા 15 દિવસથી મહિલા પર દુષ્કર્મ આચરી રહ્યા હતા. એટલું જ નહીં આરોપીઓએ મહિલાને પોતાના ઘરે બોલાવીને ધમકાવી પણ હતી. મહિલાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. આ મામલે મહિલાએ હિંમત કરીને સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જે બાદમાં પોલીસે બે આરોપીને પકડી પાડ્યા હતા.

  જામનગરમાં કિશોરી પર સામૂહિક દુષ્કર્મ

  જામનગર શહેરમાં એક કિશોરી પર ચાર આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બનાવની વિગત એવી છે કે વુલનમીલ યાદવનગરમાં ગત 28 સપ્ટેમ્બરના રોજ બપોરે કિશોરીને તેના મિત્રએ ફોન કરીને તેના મિત્રના ઘરે બોલાવી હતી. અહીં સગીરાને ઊંઘની ગોળીઓ ખવડાવી દેવામાં આવી હતી. જે બાદમાં ચારેય આરોપીઓએ કિશોરી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. જેના પાંચ દિવસ બાદ આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. હાથરસ બાદ ગુજરાતમાં ગેંગરેપની ઘટના બનતા સમગ્ર જિલ્લા અને રાજ્યમાં રોષ વ્યાપી ગયો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: