Mahesana News: મૃતક શિક્ષિકાનો યુવાન પુત્ર હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે, સ્થાનિક પોલીસે યુવાનને દબોચી લીધો હતો. પરંતુ તપાસ ચાલી રહી હોવાથી નામ આપવાની ના પાડી દીધી છે.
મહેસાણા: શહેરમાં (Mahesana) દિવસેને દિવસે ક્રાઇમની (Crime news) ઘટનામાં વધારો થઇ રહ્યો છે. શહેરની મોઢેરા ચોકડી નજીક આવેલા નવદીપ ફ્લેટમાં રહેતા શિક્ષિકા પર પાડોશી યુવકે હુમલો કરીને મોતને (woman murder) ઘાટ ઉતાર્યા છે. જેમાં હજી હત્યાનું કારણ સામે આવ્યુ નથી. આ દરમિયાન તેમનો યુવાન પુત્ર પણ ઘરે આવતા તેની પર પણ હુમલો કર્યો હતો. મૃતક શિક્ષિકાનો યુવાન પુત્ર હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે, સ્થાનિક પોલીસે યુવાનને દબોચી લીધો હતો. પરંતુ તપાસ ચાલી રહી હોવાથી નામ આપવાની ના પાડી દીધી છે.
મૃતક મહિલા પ્રિન્સિપાલ હતા
આ અંગે મળતી માહિતી પ્રમાણે, 45 વર્ષના મૃતક શિક્ષિકા કલ્પનાબેન પ્રકાશભાઇ પટેલ બોદલા સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતાં હતા. તેઓ બુધવારે રાતે 8.30 વાગે ઘરે એકલા હતા. તે દરમિયાન પડોશમાં રહેતો એક વ્યક્તિ અચાનક ઘરમાં ઘૂસી ગયો હતો. જે બાદ તેણે વાંદરી પાનાથી કલ્પનાબેનના માથામાં ઘા માર્યા હતા. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ દરમિયાન મૃતક મહિલાનો 21 વર્ષનો પુત્ર રોનક દૂધ લઈને ઘરે આવ્યો હતો. જેથી પાડોશીએ પુત્રને પણ માથામાં 2થી વધુ ઘા માર્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને બેભાન અવસ્થામાં લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હત્યાની ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ હત્યારાને ઝડપી પાડ્યો હતો. જે બાદ હત્યા પાછળનું કારણ જાણવા માટે પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.
બે દિવસ પહેલા બહુચરાજીના ગાંભુના વરસોડાવાસમાં રહેતાં ઠાકોર પરિવાર પર પણ સોમવાર રાત્રે 5 શખ્સોએ ધારિયું, ધોકા અને પથરા મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેમા મહિલા અને 2 યુવાન ઇજાગ્રસ્ત થયા હતા. મોઢેરા પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ગાંભુના વરસોડાવાસમાં રહેતાં પ્રકાશજી ડાહ્યાજી ઠાકોર સોમવાર રાત્રે દૂધ લઇ ઘરે આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં દયાબેન મંગાજી ઠાકોરે તુ દૂધ લઇ રસ્તામાં મને કેમ મળે છે તેમ કહી પ્રકાશજી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. પ્રકાશજી ઘરે પહોંચ્યા ત્યારે તેમની પાછળ પાછળ દયાબેન, હિતેશજી સુખાજી ઠાકોર અને સુખાજી દીપુજી ઠાકોર તેમના ઘરે આવી અપશબ્દો બોલીને ઝઘડો કર્યો હતો.
આ દરમિયાન રાજુજી ગાંડાજી ઠાકોર અને લાલજી ગાંડાજી ઠાકોર (બંને રહે.વસઇ (ફેચાલ), તા.ચાણસ્મા, જિ.પાટણ) પણ દયાબેનનું ઉપરાણુ લઇને ત્યાં આવી ગયા હતા. પાંચેય શખ્સોએ ધારીયુ અને લાકડાના ધોકા તેમજ પથ્થર મારો કર્યો હતો. હુમલામાં પ્રકાશજીના બહેન સોનલબેન ઠાકોર, ભાઇ જીતુજી ઠાકોર અને ભાણા રોહિત ઇજાગ્રસ્ત થતાં મહેસાણા ખસેડાયા હતા.