Home /News /madhya-gujarat /'મારી એક ઇચ્છા હતી કે હું મરું ત્યારે મારા મોઢા પર સ્માઇલ હોય,' વ્યાખોરોના ત્રાસથી યુવકનો આપઘાત

'મારી એક ઇચ્છા હતી કે હું મરું ત્યારે મારા મોઢા પર સ્માઇલ હોય,' વ્યાખોરોના ત્રાસથી યુવકનો આપઘાત

વીડિયો બનાવી યુવકનો આપઘાત

Kheda youth suicide: વીડિયો બનાવી યુવકનો આપઘાત: "હું તો વિચારું છું કે, લોકો કહે છે કે સાત જનમ હોય છે, હું કહું છું કે આગામી જનમમાં પણ મને આજ પરિવાર મળે. આ જ માતાપિતા મળે. આ જ ભાઈ અને બહેન મળે. મારા પરિવારે મને ખૂબ પ્રેમ કર્યો છે. હું મારા પરિવારથી ખૂબ ખુશ છું."

વધુ જુઓ ...
ખેડા: ખેડા જિલ્લામાંથી આપઘાતનો એક બનાવ સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા વ્યક્તિએ પોતાની વેદના ઠાલવતો એક વીડિયો બનાવ્યો હતો. ખાનગી કંપનીમાં કામ કરતા યુવકે સોશિયલ મીડિયા મારફતે પોતાની વેદના ઠાલવી હતી. બાદમાં આપઘાત કરી લીધો હતો. યુવકે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. યુવકે વ્યક્ત કરેલી વેદના પ્રમાણે વ્યાજખોરોએ નડિયાદ ખાતેનું તેનું મકાન પચાવી પાડ્યું હતું. જે બાદમાં તેણે આ આત્યાંતિક પગલું ભર્યું હતું. બનાવ બન્યા બાદ ખેડા ટાઉન પોલીસ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બીજી તરફ પોલીસે મૃતદેહન કબજો મેળવીને તેને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

યુવકનો વીડિયો


"મિત્રો, મારું નામ દિવાન તૌફીક છે. હું આ જિંદગીથી કંટાળી ગયો છું. આજે હું જે કામ કરવા જઈ રહ્યો છું, તેના માટે મારા પરિવાર કે સંબંધીનું દબાણ નથી, કે મારું ટોર્ચરિંગ નથી થયું. હું આ મારી મરજીથી કરી રહ્યો છું. હું ડિપ્રેશનમાં ચાલ્યો ગયો છું. મારું નડિયાદનું મકાન છે તેમાં ત્રણ-ચાર લોકોએ મારી સાથે છેતરપિંડી કરી છે. છેતરપિંડી કરીને મારા પાસેથી દસ્તાવેજ કરાવી લીધો છે. મને લખીને આપ્યું છે કે અમે 35 હજારનો હપ્તો નાખીશું. દર મહિને તેઓ હપ્તો નથી નાખતા. મને બેંકની ત્રણ નોટિસ મળી ચૂકી છે. લાલજી ભરવાડ, ચીના ગાયકવાડ, આરિફ, સલમાન અન્સારી, વહિદા ખલિફા મને મારવાની ધમકી આપે છે. એ લોકો કહે છે કે અમે તને મારી નાંખીશું તો બેંક લોન માફ કરી દેશે. બાદમાં અમે તારું મકાન મફતમાં લઈ લઈશું. મને આપણા બંધારણ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે મારા મોત બાદ મને ન્યાય મળશે. ગુનેગારોને સજા મળવાની જ છે."

આ પણ વાંચો: યુવતીને ફસાવી તેના માતા-ભાઇનું કરાવ્યું ધર્મ પરિવર્તન, પિતાનો આપઘાતનો પ્રયાસ

...તો મારી આત્માને શાંતિ નહીં મળે!


"જો સજા ન નહીં મળે તો મારી આત્માને ક્યારેય શાંતિ નહી મળે. મારી એક ઇચ્છા હતી કે હું જ્યારે પણ મરું ત્યારે મારું મોઢું હસતું હોય. મારા મોઢા પર ડર ન હોવો જોઈએ. જેટલી સારી જિંદગી હતી, હું જીવ્યો, મજા આવી ગઈ. હું તો વિચારું છું કે, લોકો કહે છે કે સાત જનમ હોય છે, હું કહું છું કે આગામી જનમમાં પણ મને આજ પરિવાર મળે. આ જ માતાપિતા મળે. આ જ ભાઈ અને બહેન મળે. મારા પરિવારે મને ખૂબ પ્રેમ કર્યો છે. હું મારા પરિવારથી ખૂબ ખુશ છું. મારા મોત બાદ મારા પરિવારને વિનંતી કે મારી પૂર્વ પત્નીને મારું મોઢું જોવા દેવું. જો એ નહીં આવે તો મારી આત્માને શાંતિ નહીં મળે. એ આવે તો તેને કોઈ કંઈ ન કહેશો."


હું ડિપ્રેશનમાં આવી ગયો છું


"મારા પર કોઈ દેવું નથી. મારા ઉપર 10 લાખનું દેવું હતું ત્યારે પણ હું ડર્યો ન હતો. 10 લાખ ખૂબ નાની રકમ છે. મારા પર લાખ-દોઢ લાખનું દેવું છે, પરંતુ હું દેવાને કારણે આપઘાત નથી કરતો. હું ડિપ્રેશનમાં આવી ગયો છું. એ લોકોએ મને ખૂબ ડરાવી દીધો છે. હું જિંદગીમાં પહેલીવાર આટલો ડરી ગયો છું. હું દેવાથી નથી ડર્યો. કાલે ઉઠીને કોઈ વાતો કરે કે તેના પર દેવું હતું એટલે મરી ગયો તો તે બધી વાતો ખોટી છે. 10 લાખના દેવામાં પણ મેં આપઘાત ન્હોતો કર્યો તો દોઢ-બે લાખ મામુલી રકમ છે. મેં જેમના પાસેથી પૈસા લીધા છે તે બધા મારા મિત્રો છે. કોઈએ મને ટોર્ચર નથી કર્યો. મારા મર્યા બાદ કંપનીમાંથી પૈસા આવે તે તમામને પરત કરી દેજો. મારા મિત્રોને સંદેશ આપું છું કે જીવનમાં ક્યારેય મારા માતા-પિતા, બહેન કે ભાઈઓને પૈસાની જરૂર પડે તો મારું મોઢું જોઈને આપજો. એવું સમજવું કે તમારી પાસે પૈસા લેવા માટે તૌફિક આવ્યો છે. કોઈના પૈસા ઉધાર નહીં રહે. અલવિદા દોસ્તો."
First published:

Tags: Kheda, Video, ગુનો, પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો