રામ મંદિર અયોધ્યામાં નહિ તો શું મક્કામાં બનશે? : બાબા રામદેવ

News18 Gujarati
Updated: February 8, 2019, 12:42 PM IST
રામ મંદિર અયોધ્યામાં નહિ તો શું મક્કામાં બનશે? : બાબા રામદેવ
યોગ ગુરુ બાબા રામદેવ (ફાઇલ ફોટો)

યોગ ગુરૂ બાબા રામદેવ 3 દિવસની યોગશિબિર નડિયાદમાં કરી રહ્યાં છે.

  • Share this:
નડિયાદ: શ્રી સંતરામ મહારાજ અને તેમના શિષ્ય લક્ષમણ દાસજી મહારાજના સમાધિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત યોગ ગુરૂ બાબા રામદેવ 3 દિવસની યોગશિબિર કરી રહ્યાં છે. જેનો આજથી શુભારંભ થયો હતો.

બાબા રામદેવે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'રામ માત્ર હિંદુઓનાં જ નહીં પરંતુ મુસલમાનોનાં પણ પૂર્વજ હતાં'

 આ પણ વાંચો: મોદી સરકારનો રામ મંદિર બનાવવાનો આ છે માસ્ટર પ્લાન!

રામદેવ બાબાએ પોતાનાં નિવેદનમાં કહ્યું કે, 'શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી રામદાસજી મહારાજ સંતરામ મંદિરમાં ઘણો જૂનો અને આત્મીય સંબંધ છે. સાથે સાથે પૂજ્ય મોરારીબાપુ પણ અહીંયા કથા રસપાન કરાવે છે. તેમની સાથે પિતા પુત્ર જેવો એક આધ્યાત્મિક સંબંધ છે. યોગ એ આપણી પરમ્પરા છે. '

આ પણ વાંચો: રામ મંદિર મુદ્દે શંકરાચાર્ય સ્વરૂપાનંદે કહ્યું, '21 ફેબ્રુ.એ પહેલી ઈંટ મૂકાશે'

બાબાએ રામ મંદિર અંગે પણ ટિપ્પણી કરીને કહ્યું હતું કે, 'રામ મંદિર બનવું જ જોઈએ. રામ મંદિર અયોધ્યામાં નહિ તો શું મક્કા કે વેટિકનમાં બનશે? દેશનાં લોકોનું ચરિત્ર રામ સીતા જેવું બનવું જોઈએ રામ માત્ર હિન્દૂઓ ના નહિં મુસ્લમાનોનાં પણ પૂર્વજ છે. રામ મંદિર રાષ્ટ્ર નિર્માણ માટે થવું જોઈએ. 2019 લોકસભામાં સંઘર્ષ થશે પણ અંતે સારું થશે.'
First published: February 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...