Home /News /madhya-gujarat /

World Hypertension Day: ગુજરાતમાં 15થી 49 વર્ષની વયના 14 ટકા પુરુષો હાયપરટેન્શનનો શિકાર 

World Hypertension Day: ગુજરાતમાં 15થી 49 વર્ષની વયના 14 ટકા પુરુષો હાયપરટેન્શનનો શિકાર 

ડૉક્ટર્સના મતે , શરીરના વજનનો સીધો સંબંધ હાયપરટેન્શન સાથે છે અને મેદસ્વી લોકો હાયપરટેન્શન ધરાવવાનું વધારે જોખમ ધરાવે છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019-21ના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 15થી 49 વર્ષની વયજૂથની 11 ટકા મહિલાઓ હાયપરટેન્શન છે, જેમાં 7 ટકા મહિલાઓ સ્ટેજ 1માં, 2 ટકા મહિલાઓ સ્ટેજ 2 અને 1 ટકા મહિલાઓ સ્ટેજ 3 હાયપરટેન્શનમાં છે.

કોરોનાની ત્રીજી લહેર (third wave of the corona) બાદ હાલમાં કેસમાં ઘટાડો છે અને તેના કારણે લોકો હાલ હાશકારો તો લઈ રહ્યા છે પણ કોરોનાથી સાજા થયેલા ઘણા લોકોમાં અલગ-અલગ અસરો જોવા મળી રહી છે તેમાની જ એક બીમારી છે હાયપરટેન્શન. 17 મેએ વર્લ્ડ હાયપરટેનશન ડે (World Hypertension Day) છે ત્યારે ડોકટર્સના મતે ગુજરાત (Gujarat)માં 15થી 49 વર્ષની વયજૂથમાં 14 ટકા પુરુષો હાયપરટેન્શન ધરાવે છે. ગુજરાતમાં 15થી 49 વર્ષની વયજૂથમાં 11 ટકા મહિલાઓ હાયપરટેન્શન ધરાવે છે.

કોરોના મહામારીને કારણે કેસ અને મૃત્યુમાં ઘટાડો થવા છતાં ડૉક્ટર્સે ધ્યાન દોર્યું છે કે, વાયરલ ઇન્ફેક્શનમાં બચી ગયેલા ઘણા દર્દીઓ સ્વાસ્થ્ય સાથે સંબંધિત વિવિધ સમસ્યાઓ ધરાવે છે, જેમાં હાયપરટેન્શન, થાક, અનિદ્રા અને હતાશા સામેલ છે. જે તમામ કોવિડ-19ની લાંબા ગાળાની અસર છે. વર્લ્ડ હાયપરટેન્શન ડે નિમિત્તે  ડૉક્ટર્સનો મત છે કે, યુવાન પુખ્તો સહિત તમામ વયજૂથના હાયપરટેન્સિવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જે માટે જવાબદાર મહત્વપૂર્ણ પરિબળો છે તણાવ, બેઠાડુ જીવન, કસરતનો અભાવ, આલ્કોહોલ અને તમાકુનું સેવન તેમજ અનુચિત આહાર છે. હાયપરટેન્શન, કે હાઈ બ્લડ પ્રેશર એવી સ્થિતિ છે, જેમાં રક્તવાહિનીઓનું દબાણ સતત ઊંચું રહે છે. કોઈ વ્યક્તિ 140 એમએમએચજી જેટલું કે એનાથી વધારે સિસ્ટોલિક બ્લડ પ્રેશર ધરાવે અથવા 90 એમએમએચજી જેટલું કે એથી વધારે ડાઇસ્ટોલિક બ્લડ પ્રેશર ધરાવે તો તેને હાયપરટેન્શન ધરાવતી વ્યક્તિ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

આ પણ વાંચો- Anand RTO: આણંદ RTO કચેરીમાં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરનાર ત્રણ અધિકારી સસ્પેન્ડ

ડૉક્ટર્સના મતે , શરીરના વજનનો સીધો સંબંધ હાયપરટેન્શન સાથે છે અને મેદસ્વી લોકો હાયપરટેન્શન ધરાવવાનું વધારે જોખમ ધરાવે છે. હાયપરટેન્શન કાર્ડિયોવાસ્ક્યુલર રોગો, કિડનીની લાંબી બિમારીઓ અને મગજ સાથે સંબંધિત બિમારીઓ માટે પણ મુખ્ય જોખમકારક પરિબળ છે. ઉપરાંત આ દુનિયાભરમાં અકાળે થતા મૃત્યુનું પણ મુખ્ય કારણ છે. કોવિડ-19 પર રાજ્યની ટાસ્ક ફોર્સના સભ્ય  અને અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના સીનિયર ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈ જણાવે છે કે, ઘરે બ્લડ પ્રેશર પર નિયમિત રીતે નજર રાખવી મહત્વપૂર્ણ છે અને જો 130/80 એમએમએચજીની સ્વીકૃત રેન્જથી ઉપર પ્રેશર આવે તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. બ્લડ પ્રેશર પર અવારનવાર નજર રાખવા ઉપરાંત નિયમિત કસરત, ફળફળાદિનું સેવન અને આહારમાં મીઠાનું ઓછું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે.

આ પણ વાંચો- Monsoon 2022: ખેડૂતો માટે ખુશખબર! આંદમાન-નિકોબાર પહોંચ્યું ચોમાસું, જાણો ક્યારે પહોંચશે ગુજરાત

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019-21ના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 15થી 49 વર્ષની વયજૂથની 11 ટકા મહિલાઓ હાયપરટેન્શન છે, જેમાં 7 ટકા મહિલાઓ સ્ટેજ 1માં, 2 ટકા મહિલાઓ સ્ટેજ 2 અને 1 ટકા મહિલાઓ સ્ટેજ 3 હાયપરટેન્શનમાં છે.

એ જ રીતે ગુજરાતમાં 15થી 49 વર્ષની વયજૂથમાં 14 ટકા પુરુષો હાયપરટેન્શન છે, જેમાં 10 ટકા સ્ટેજ 1, 2 ટકા સ્ટેજ 2 અને 0.8 ટકા સ્ટેજ 3 હાયપરટેન્શનમાં છે. ભારતમાં 15 વર્ષ અને એનાથી વધારે વય ધરાવતી 21 ટકા મહિલાઓ અને 24 ટકા પુરુષો હાયપરટેન્શન ધરાવે છે. પુરુષો અને મહિલાઓ એમ બંને માટે વય સાથે હાયપરટેન્શન વધે છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Coronavirus third Wave, Gujarati news

આગામી સમાચાર