Home /News /madhya-gujarat /

Ahmedabad: બસપોર્ટનું કામ ગોકળગતિએ, એસટી નિગમે ખાનગી કંપની પાસેથી વસુલ કરી 2.82 કરોડ રૂ પેનલ્ટી

Ahmedabad: બસપોર્ટનું કામ ગોકળગતિએ, એસટી નિગમે ખાનગી કંપની પાસેથી વસુલ કરી 2.82 કરોડ રૂ પેનલ્ટી

એસટી નિગમના સચિવ કે.ડી. દેસાઈએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે આખું બસ સ્ટેશન બીજે લઈ જવા માટે જગ્યા ન હતી

2015માં ગીતા મંદિર બસ સ્ટેશનો પ્રયોજેક્ટ એક સાથે પૂરો કરવાનો હતો. પરંતુ અન્ય કારણોસર સાઉથ ઝોનનું બસપોર્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. અને નોર્થ ઝોનનું કામ 2015 થી હજુ તૈયાર થયું નથી. ગીતા મંદિર બસ સ્ટેશના નોર્થ ઝોનમાં જમીનનો પ્રશ્ન, ત્યાર બાદ ટેક્સનો પ્રશ્ન, હેરિટેજ ગેટનો પ્રશ્ન સહિતના પ્રશ્નો ઉકેલતા ઉકેલતા 2022 આવી ગયું પરંતુ બસપોર્ટનું 50 ટકા કામ પૂર્ણ થયું છે.

વધુ જુઓ ...
બસપોર્ટ પર એરપોર્ટ (Airport at the busport) જેવી સુવિધા આપવાના દાવા કરવામાં આવે છે. અમદાવાદ (Ahmedabad) ગીતા મંદિર બસસ્ટેશન (Geeta Mandir Bus Station) પર પાર્ટ વન અને ટુ બંને તરફ બસપોર્ટ બનાવવાના હતા. જો કે ગીતામંદિર જૂનું બસ સ્ટેશનમાં તોડીને નવું બનાવવા માટે હબ ટાઉન કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. 2015માં ગીતા મંદિર બસ સ્ટેશનો પ્રયોજેક્ટ એક સાથે પૂરો કરવાનો હતો. પરંતુ અન્ય કારણોસર સાઉથ ઝોનનું બસપોર્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. અને નોર્થ ઝોનનું કામ 2015 થી હજુ તૈયાર થયું નથી. ગીતા મંદિર બસ સ્ટેશના નોર્થ ઝોનમાં જમીનનો પ્રશ્ન, ત્યાર બાદ ટેક્સનો પ્રશ્ન, હેરિટેજ ગેટનો પ્રશ્ન સહિતના પ્રશ્નો ઉકેલતા ઉકેલતા 2022 આવી ગયું પરંતુ બસપોર્ટનું 50 ટકા કામ પૂર્ણ થયું છે.

એસટી નિગમના સચિવ કે.ડી. દેસાઈએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે આખું બસ સ્ટેશન બીજે લઈ જવા માટે જગ્યા ન હતી. જેના કારણે એક પ્રોજેકટના બે ભાગ કર્યા. જેમાં સાઉથ ઝોન 2015માં તૈયાર કરી પ્રવાસી માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પાર્ટ ટુ એટલે કે નોર્થ ઝોન તરીકે ટ્રીટ કરીએ છીએ. નોર્થ ઝોનમાં કામગીરી 50 ટકા પૂર્ણ થઈ ગઈ છે. 17 બોર્ડિંગ પ્લેટફોર્મ બનશે. એલાઇટિંગ 8 પ્લેટફોર્મ છે, બસોને રાત્રી રોકાણ માટે મુકવા માટે 14 પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો- Sri Lanka crisis: 'પહેલો સગો પાડોશી' નીતિનો ઉલ્લેખ કરીને શ્રીલંકાને ભારતે લંબાવ્યો મદદનો હાથ

જો કે સમયમર્યાદા કામ પૂર્ણ ન થાય તો પ્રોજેકટના કુલ રકમ પર 10 ટકા પેનલ્ટી વસુલ કરવાની જોગવાઈ છે. 2.82 કરોડ પેનલ્ટી ખાનગી કંપની પાસેથી વસુલ કરવામાં આવી છે. જો કે ખાનગી કંપનીએ બસપોર્ટ 7 થી 8 મહીનામ કામગીરી પૂર્ણ કરવા માટે ખાતરી આપી છે.

આ પણ વાંચો- LSG vs GT: લખનૌ કે ગુજરાત... કોણ રચશે ઈતિહાસ, જાણો IPLમાં શા માટે થાય છે ક્વોલિફાયર-એલિમિનેટર મેચ

સાઉથ અને નોર્થ બંને ઝોનમાં એક સાથે બસપોર્ટનું કામ પૂર્ણ ન થવાના કારણે સાઉથ ઝોન બસપોર્ટમાં ભીડ વધુ રહે છે. પ્રવાસીઓની ટ્રાફિક સાથે સાથે બસ પાર્કિંગ માટે લાંબી કતારો લાગે છે. એરપોર્ટ જેવી સુવિધાની વાત દૂર રહી. પરંતુ બસ સ્ટેશન જેવી પણ બસપોર્ટ પર સુવિધા મળતી નથી. અને મેન્ટેન્સ નામે તો મીંડું છે. ત્યારે જોવાનું એ છે કે નોર્થ ઝોનના બસપોર્ટ પર કેવી સુવિધા મળશે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, AMC latest news, AMC project, Gujarati news

આગામી સમાચાર