ખેડા: ચારિત્ર્ય અંગે શંકા રાખતા પતિને પત્નીએ જ ડંડો મારી પતાવી દીધો, બે વર્ષ પહેલા કર્યાં હતા પ્રેમ લગ્ન

આરોપી- હીના પરમાર (વચ્ચે)

Kheda news: ઠંડા કલેજે પતિની હત્યા કર્યા બાદ હીનાએ જાણ કંઈ બન્યું જ ન હોય તે રીતે ઘરની નજીક ખાડો ખોદ્યો હતો.

 • Share this:
  ખેડા: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકા (Kapadvanj Taluka)માં હત્યાનો બનાવ બન્યો છે. અહીં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ મૃતકની પત્નીએ જ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવક તેની પત્ની (Wife) પર ચારિત્ર્યને લઈને શંકા રાખતો હતો. આ ઉપરાંત ઘર કામને લઈને પણ પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. જે બાદમાં ગુસ્સે ભરાયેલી પત્નીએ માથામાં ડંડાનો ફટકો મારીને પતિને યમલોક પહોંચાડી દીધો હતો. મૃતકે બે વર્ષ પહેલા આરોપી પત્ની સાથે પ્રેમ લગ્ન (Love marriage) કર્યાં હતાં. બંનેને એક દોઢ વર્ષનું સંતાન પણ છે.

  મળતી માહિતી પ્રમાણે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુલતાનપુર ગામ (Sultanpur village- Kapadvanj) ખાતે હત્યાનો બનાવ બન્યો છે. સુલતાનપુર ગામની હીના પરમાર (Heena Parmar) નામની પરિણીતાએ પોતાના પતિ મુકેશ પરમાર (Mukesh Parmar)ની હત્યા કરી નાખી છે. હીના અને મુકેશે બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં હતાં. બે વર્ષના લગ્ન જીવનમાં બંનેને એક દોઢ વર્ષનો પુત્ર પણ છે. થોડા સમયથી હીના અને તેના પતિ વચ્ચે ઘરકામ બાબતે ઝઘડો ચાલતો હતો. આ ઉપરાંત હીના પરમારનો પતિ મુકેશ પરમાર તેની પત્ની પર ચારિત્ર્યની શંકા રાખતો હતો.

  માથામાં ડંડો મારીને હત્યા

  15મી ઓગસ્ટના રોજ બપોર ચાર કલાકે પોતાના સુલતાનપુર ગામ સ્થિત મકાનમાં હીના અને મુકેશ વચ્ચે ઝઘડો થતાં હીનાએ ઉશ્કેરાઈને પતિ મુકેશ પરમારના માથાના ભાગે વડે ડંડો મારી તેને ગંભીર ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદમાં હીનાએ પુરાવાનો નાશ કરવા માટે પતિ મુકેશ પરમારની લાશને તેના ઘરની પાછળ દાટવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ મામલે મૃતક મુકેશ પરમારના કાકાના દીકરા રસિક પરમારે કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપી હતી. કપડવંજ ગ્રામ્ય પોલીસે આરોપી પત્ની હીના પરમારની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  પોલીસે આ કેસમાં તા. 16 ઓગસ્ટના રોજ આરોપી હીના પરમાર (ઉંમર વર્ષ-21)ની અટકાયત કરી છે. હીન સામે આઈપીસીની કલમ 302, 201 અને 511 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં મૃતક મુકેશ પરમારની ઊંમર 32 વર્ષ હતી. એટલે કે મુકેશે તેનાથી 11 વર્ષ નાની હીના સાથે લગ્ન કર્યાં હતાં.

  આ પણ વાંચો: અમદાવાદનો શરમજનક કિસ્સો: ભાભી સામે જ દિયરે પેન્ટ ઉતારી નાખ્યું અને કહ્યુ...

  લોકોને શંકા જતા ભાંડો ફૂટ્યો

  હીનાએ ડંડાથી ફટકા મારીને મુકેશના માથા અને કાનના ભાગે ઈજા પહોંચાડી હતી. જે બાદમાં મુકેશનું પ્રાણ પંખેરી ઊડી ગયું હતું. ઠંડા કલેજે પતિની હત્યા કર્યા બાદ હીનાએ જાણ કંઈ બન્યું જ ન હોય તે રીતે ઘરની નજીક ખાડો ખોદ્યો હતો. જોકે, આ મામલે પાડોશીઓને કંઈક અજુગતુ બન્યાની શંકા ગઈ હતી. તપાસ કરતા હત્યાનો ભાંડાફોડ થયો હતો. જે બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. (ઇનપુટ- જનક જાગીરદાર, ખેડા)
  Published by:Vinod Zankhaliya
  First published: