Home /News /madhya-gujarat /Ahmedabad Domestic Violence: લગ્નના 15 વર્ષે યુવતીને 'શબાના' અંગે થઈ જાણ! પતિએ દીકરીઓને પણ ન સ્વીકારી

Ahmedabad Domestic Violence: લગ્નના 15 વર્ષે યુવતીને 'શબાના' અંગે થઈ જાણ! પતિએ દીકરીઓને પણ ન સ્વીકારી

પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

વર્ષ 2017માં યુવતીના પતિને શબાના નામની યુવતી સાથે આડા સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદમાં પતિ ઘરમાં ફરિયાદી સાથે વધુ ઝઘડા કરી મારઝૂડ કરતો હતો અને છૂટાછેડા આપી દેવા દબાણ કરતો હતો.

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2002 માં લગ્ન કર્યા બાદ વર્ષ 2017માં યુવતીને તેના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાની જાણ થઈ હતી. અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવાનું કહી યુવતીનો પતિ ઝઘડા કરી માર મારતો હતો અને છૂટાછેડા માટે દબાણ કરતો હતો. એટલું જ નહીં, પતિએ તેની દીકરીઓને પણ સ્વીકારી ન હતી. આ મામલે પરિણીતાએ આખરે કંટાળીને પોલીસ ફરિયાદ આપી છે.

શહેરના થલતેજ વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલા એસ.જી. હાઇવે ખાતે નોકરી કરે છે. આ યુવતીના લગ્ન વર્ષ 2002માં બોપલ ખાતે રહેતા અને મૂળ રાજસ્થાનના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતીનો પતિ ઈન્દોર ખાતે નોકરી કરતો હોવાથી યુવતી ઈન્દોર રહેવા ગઈ હતી. બાદમાં યુવતીના પતિને ભોપાલ ખાતે નોકરી મળતા ત્યાં રહેવા ગઈ હતી. યુવતીના પતિને દારૂ પીવાની કુટેવ હતી અને દારૂ પીને યુવતીનો પતિ બોલાચાલી કરતો હતો.

...ને ટ્રેનમાં મહિલાએ બૂમાબૂમ કરી


વર્ષ 2005માં યુવતીએ એક દીકરીને જન્મ આપ્યો હતો તે દરમિયાન તેની સાસુએ આવીને તેણીને મ્હેણાં માર્યા હતા કે પહેલો દીકરો આવ્યો હોત તો સારું હતું. અમારે તો દીકરો જોઈતો હતો. આ સમય દરમિયાન યુવતીના પતિને અમદાવાદ ખાતે ટ્રાન્સફર થતા નારાણપુરા ખાતે રહેવા આવ્યા હતા. બાદમાં યુવતીના પતિને સુરત નોકરી મળતા સુરત રહેવા ગયા હતા. સુરત રહેવા જતા હતા તે દરમિયાન ટ્રેનમાં એક સ્ત્રીએ બૂમાબૂમ કરી હતી. આ સ્ત્રીએ યુવતીને જણાવ્યું હતું કે, તમારા પતિએ મને અયોગ્ય રીતે અડવાની કોશિશ કરી હતી. જેથી યુવતીએ તે સ્ત્રીની માફી માંગી લીધી હતી. જોકે, તેના પતિએ મહિલાની માફી માંગી ન હતી અને ટ્રેનમાંથી ઉતરી ગયો હતો.

વર્ષ 2010 માં યુવતીએ બીજી દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારે પણ સાસુ સસરાએ દીકરીનો જન્મ થવા બાબતે મ્હેણાં માર્યા હતા અને યુવતીના પતિને અવારનવાર તેના વિરુદ્ધમાં ચઢામણી કરતા તેનો પતિ ઉશ્કેરાઈ તકરાર કરી માનસિક ત્રાસ આપતો હતો.

આ પણ વાંચો: પતિનો મોબાઇલ ચેક કરતા જ પત્નીને લાગ્યો ઝટકો

2017માં પતિના આડા સંબંધની જાણ થઈ


થોડા સમય બાદ આજ રીતે યુવતીના પતિએ ઝઘડો કરી તેણીને ઘરની બહાર નીકળી જવાનું કહ્યું હતું. બાદમાં યુવતીનો પતિ અવારનવાર કહેતો હતો કે તેની સાથે નથી રહેવું, બીજા લગ્ન કરવા છે. વર્ષ 2017માં યુવતીના પતિને શબાના નામની યુવતી સાથે આડા સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદમાં પતિ ઘરમાં ફરિયાદી સાથે વધુ ઝઘડા કરી મારઝૂડ કરતો હતો અને છૂટાછેડા આપી દેવા દબાણ કરતો હતો.
" isDesktop="true" id="1241845" >

પતિએ દીકરીઓને પણ ન સ્વીકારી


વર્ષ 2022ના જુલાઈ માસમાં યુવતીએ તેની ફ્રેન્ડ સાથે તેની બે દીકરીઓને પતિ પાસે મોકલી હતી. જોકે, પતિએ બંને દીકરીઓને સ્વીકારી ન હતી. આ તમામ બાબતોને લઈને યુવતીએ સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીનો પતિ તેને કે તેની દીકરીઓને રાખવા માગતો ન હોવાથી આખરે યુવતીએ આ અંગે તેણીના પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Husband, Wife, અમદાવાદ, પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन