અમદાવાદઃકોંગ્રેસના બે સિનિયર નેતા ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા આજે હાઇકમાન્ટને મળવા દિલ્હીમાં પહોચ્યા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક કરશે.પ્રભારી ગુરુદાસ કામતને એકાએક દિલ્હીનું તેડું આવ્યું છે. જેથી મુંબઈથી ગુરુદાસ કામત દિલ્હી પહોચ્યા છે.
અમદાવાદઃકોંગ્રેસના બે સિનિયર નેતા ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા આજે હાઇકમાન્ટને મળવા દિલ્હીમાં પહોચ્યા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક કરશે.પ્રભારી ગુરુદાસ કામતને એકાએક દિલ્હીનું તેડું આવ્યું છે. જેથી મુંબઈથી ગુરુદાસ કામત દિલ્હી પહોચ્યા છે.
અમદાવાદઃકોંગ્રેસના બે સિનિયર નેતા ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા શુક્રવારે હાઇકમાન્ટને મળવા દિલ્હીમાં પહોચ્યા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક કરશે.પ્રભારી ગુરુદાસ કામતને એકાએક દિલ્હીનું તેડું આવ્યું છે. જેથી મુંબઈથી ગુરુદાસ કામત દિલ્હી પહોચ્યા છે.
બેઠકમાં કોંગ્રેસ પ્રભારી ગુરુદાસ કામત ઉપસ્થિત રહેશે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈ રણનીતિ ઘડાશે.ચૂંટણીના પગલે કોંગ્રેસ મહત્વનો નિર્ણય લઈ શકે છે.શંકરસિંહ વાઘેલાને મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે.શંકરસિહ બની ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન શકે છે તેવું આંતરિક સુત્રોનું કહેવું છે. તો બીજી તરફ વિપક્ષના નેતામાં પણ ફેરબદલ થઈ શકે છે.પાટીદાર ધારાસભ્યને સ્થાન અપાઈ શકે છે.રાઘવજી પટેલ અને પરેશ ધાનાણીના નામ ચર્ચામાં છે.પાર્ટીમાં ચાલી રહેલ આંતરિક અસંતોષને ડામવાનો પ્રયાસ થશે.નેતાઓ એક થઈ કામ કરે તેની પણ ચર્ચા થશે.
નોધનીય છે કે અત્યાર સુધી આંતરિક ખટરાગને કારણે હંમેશા ચુંટણી પહેલા જીતની દાવેદારી કરતું કોંગ્રેસ હારતુ રહ્યુ છે ત્યારે આવનારી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ એક થઇ સત્તા હાસલ કરવા પ્રયાસો હાથ ધર્યા છે.
ચૂંટણી માં જીત કેવી રીતે હાસિલ કરવી તેનું માર્ગદર્શન મેળવ્યુંઃભરતસિંહ
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી રાહુલ ગાંધીથી મુલાકાત કરી બહાર નીકળી મીડિયા સાથે ની વાતચીત માં બોલ્યા કે ગુજરાત માં વિધાનસભા ની ચૂંટણીમાં જીત કેવી રીતે હાસિલ કરવી તેનું માર્ગદર્શન મેળવ્યું તો સાથે જ તેમણે સાફ કર્યું કે કોંગ્રેસમાં આંતરિક કલહ નથી. તો સાથે જ તેમણે કહ્યું કે પાટીદાર નેતાને વિપક્ષ નેતા બનાવાની પણ કોઈ વાત નથી તો શંકરસિંહ ને ચૂંટણી સમિતિના ચેરમેન બનાવની પણ કોઈ ચર્ચા હજુ થઈ નથી.