હાહાકાર! વડતાલ મંદિરના પાર્ષદે સગીર બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, સોહમ ભગતની ધરપકડ

વડતાલ રેપ કેસમાં પાર્ષદ સોહમ ભગતની ધરપકડ

સગીરાએ જણાવ્યું કેવી રીતે સંપર્કમાં આવી અને કેવી રીતે તેને અવાવરૂ જગ્યાએ લઈ જઈ આચર્યું દુષ્કર્મ. મંદિરના સંચાલકોને જાણ થતાં આરોપીને સોંપ્યો પોલીસ હવાલે.

 • Share this:
  જનક જાગીરદાર, ખેડા : વડતાલ સ્વામિનારાયણ મંદિર (vadtal swaminarayan mandir) વધુ એક વખત વિવાદમાં આવી ગયું છે ગઈકાલે ૪૭ વર્ષીય મંદિર ના પાર્ષદે આઠ વર્ષીય બાળકીને ગોમતી તળાવ એ ફરવા લઈ જવાના બહાને રાવલી રોડ પર એકાન જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ.આચરતા ચકચાર મચી છે ભોગ બનેલા ચાર વર્ષીય બાળકી એ આ વાત તેના માવતર ને કરતા તેમના માવતરે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ઈસમને પકડી પાડી જેલ હવાલે કર્યો છે

  આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મૂળ એમપીના અને છેલ્લા ૩૦ વર્ષથી વડતાલ સ્વામિનારાયણ મંદિર રહેતા 47 વર્ષીય સોહમ ભગત પાર્ષદ છે, તેમનો પરિચય મૂળ એમપીના અને હાલમાં વડતાલમાં રહેતા એક સ્વામિનારાયણ સત્સંગી સાથે થયો હતો. આ સત્સંગી અવાર-નવાર તેમના પરિવાર સાથે મંદિરમાં જતા આવતા હતા. ગઈકાલે આ પરિવાર મંદિરમાં ગયો તે વખતે સોહમ ભગતની નજર પરિવારની આઠ વર્ષીય બાળા પર પડી હતી, તેમના મગજમાં વાસનાનો કીડો સળવળી ઉઠ્યો, તો તેણે બાળકીને 'ચાલ તને ગોમતી તળાવ પર ફરવા લઈ જવું' કહી ત્યાંથી ગોમતી તળાવનું કહી રાવલી જવાના માર્ગ પર લઇ ગયો હતો. અહીં અવાવરું જગ્યા પર લઈ ગયા બાદ સોહમ ભગતે આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાંથી ચાલ્યા ગયા હતા.

  આ પણ વાંચોમહીસાગર : લુણાવાડામાં મહિલાના માથા પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું, વિચલીત - Live Accident CCTV VIDEO

  દુષ્કર્મનો ભોગ બનેલી બાળાની પીડા માવતરના નજરે ચડી જતા, તેમણે બાળકીને આ બાબતે પૂછપરછ કરતા બાળકીએ તમામ હકીકત જણાવી હતી. આ બનાવ અંગે ચકલાસી પોલીસને જાણ કરતા ચકલાસી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભોગ બનનાર બાળકીને મેડિકલ તપાસ માટે મોકલી આપી છે, તેમજ આરોપી સોહમ ભગવતી પણ ધરપકડ કરી તેને પણ મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે, બાળકીની હાલત હાલમાં સારી છે.
  Published by:kiran mehta
  First published: