વડતાલ ગાદીપતિનો વિવાદઃ હાઇકોર્ટે નડિયાદ કોર્ટના આદેશ પર મૂક્યો સ્ટે

અજેન્દ્ર પ્રસાદ (ફાઇલ તસવીર)

નડિયાદ કોર્ટે આ મામલે આદેશ કરતા આચાર્ય અજેન્દ્ર પ્રસાદને તમામ હોદ્દા પરથી દૂર કર્યા હતા.

 • Share this:
  અમદાવાદઃ વડતાલના ગાદીપતિના વિવાદ મામલે નડિયાદ કોર્ટે 16 જુલાઈના રોજ આપેલા ચુકાદા પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે મૂકી દીધો છે. હાઇકોર્ટના ચુકાદા બાદ પૂર્વ ગાદીપતિ આચાર્ય અજેન્દ્ર પ્રસાદને રાહત મળી છે. નડિયાદ કોર્ટે આ મામલે આદેશ કરતા આચાર્ય અજેન્દ્ર પ્રસાદને તમામ હોદ્દા પરથી દૂર કર્યા હતા.

  સેશન્સ કોર્ટે ફટકારી હતી સાત દિવસની સજા

  વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિને લઇને ચાલી રહેલા વિવાદમાં 16 જુલાઇના રોજ નડિયાદ સેશન્સ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો હતો. ચુકાદાને પગલે વડતાલ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પોલીસે મંદિર પરિસરની આસપાસમાં આવેલી દુકાનો બંધ કરાવી દીધી હતી. કોર્ટે વર્તમાન ગાદીપતિ રાકેશપ્રસાદની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે અજેન્દ્રપ્રસાદને તમામ હોદ્દાઓ પરથી દૂર હતા અને કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ તેમને સાત દિવસની સજા ફટકારી હતી.

  અજેન્દ્ર પ્રસાદને મંદિરના તમામ પદો પરથી દૂર કરાયા

  કોર્ટના ચુકાદા બાદ અજેન્દ્ર પ્રસાદ વડતાલ, ગઢડા, જૂનાગઢ મંદિરોની મિલકતોમાં હકદાર નહીં રહે. એટલું જ નહીં તેઓ આ મંદિરોમાં પ્રવેશ પણ નહીં કરી શકે. આ ઉપરાંત અજેન્દ્રપ્રસાદ આચાર્ય તરીકેના કોઈ અધિકાર ભોગવી શકશે નહીં. તેઓ ધૂન સહિતના કોઈ કાર્યક્રમો પણ નહીં કરી શકે.

  શું છે મામલો?

  2003ના વર્ષમાં વડતાલ મંદિરના ગાદીપતિ એવા આચાર્ય અજેન્દ્રપ્રસાદ નરેનદ્રપ્રસાદ પાંડેને પરંપરાની વિરુદ્ધ વર્તન કરવા બદલ પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ નિયમ પ્રમાણે પાર્ષદોને દીક્ષા નથી આપી રહ્યા તેમજ ચરણભેટ પણ જમા નથી કરાવી રહ્યા.

  બાદમાં દક્ષિણ ઝોન સત્સંગ મહાસભાએ એક ઠરાવ કરીને તેમને પદ પરથી હટાવી દીધા હતા. અજેન્દ્રપ્રસાદ આ મામલે કોર્ટમાં ગયા હતા. 1984માં અજેન્દ્રપ્રસાદની ગાદીપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. 2003માં અજેન્દ્ર પ્રસાદને હટાવ્યા બાદ ગાદીપતિ તરીકે રાકેશપ્રસાદજીની વરણી કરવામાં આવી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: