ડાકોર : સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા, માતા બનાવી તરછોડી દીધી

News18 Gujarati
Updated: December 11, 2019, 7:55 AM IST
ડાકોર : સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા, માતા બનાવી તરછોડી દીધી
પ્રતિકાત્મક તસવીર

આપણી આસપાસ સગીરા અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક સંબંઘ બાંધવાનાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.

  • Share this:
ડાકોર : આપણી આસપાસ સગીરા અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક સંબંઘ બાંધવાનાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે ડાકોરનો એક આંખો ખોલનારો કિસ્સો સામે આવ્યો છે. ડાકોરમાં રહેતી સગીરાને કુંવારી માતા બનવાની ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. વડતાલનાં યુવાન અશ્વિન પરમારે વારંવાર સગીરાને ફોસલાવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. સગીરાએ એક દીકરીને જન્મ આપ્યો છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, સગીરાનાં કાકાનાં ઘરે એક પ્રસંગ હતો ત્યારે આ યુવાને તેની સામે પ્રેમ પ્રસ્તાવ મુક્યો હતો. જે બાદ તેમની વચ્ચે મોબાઇલ પર અવારનવાર વાતો થયા પછી તેમની વચ્ચે મુલાકાત પણ થઇ હતી. યુવકે સગીરાને લગ્નની લાલચ આપીને તેને અવારનવાર મળવા બોલાવતો હતો. જે પછી તેમની વચ્ચે શારીરિક સંબંધ બાંધાતા પણ હતા. થોડા સમય બાદ સગીરાને ગર્ભ રહી ગયો હતો. તેની જાણ તેણે યુવાનને કરી હતી જે બાદ તેણે મળવાનું બંધ કરી દીધું હતું.

આ પણ વાંચો : મહેસાણા : મૂછ રાખીને TikTok પર વીડિયો બનાવતા યુવાનને માર મારી, મૂછો કઢાવીને માફી મંગાવી

આ અંગે યુવતીએ કહ્યું હતું કે, હું મારી દીકરીને જાતે જ ઉછેરીશ. આ પીડિતાનાં પિતાએ જણાવ્યું કે, વડતાલનાં અશ્વિને મારી દીકરીની જીંદગી બગાડી છે. તે મારી દીકરીને લગ્ન કરીને લઇ જાય નહીં તો જન્મટીપની તેને સજા થાય. આ અંગે ડાકોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : મહેસાણા : એકતરફી પ્રેમમાં પાગલ યુવાને શાળાએ જતી કિશોરીને ઉઠાવી પાર્કમાં દુષ્કર્મ આચર્યુ

આ વીડિયો પણ જુઓ :
First published: December 11, 2019
વધુ વાંચો
अगली ख़बर