Home /News /madhya-gujarat /Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતમાં ત્રણ મોટા કાર્યક્રમોમાં આપશે હાજરી

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતમાં ત્રણ મોટા કાર્યક્રમોમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

આજે તેમણે ગાંધીનગર (Gandhinagar)માં આયોજિત 'સહકાર સે સમૃદ્ધિ' કાર્યક્રમ (Sahakar Se Samriddhi programme)માં સંબોધન કર્યું હતું. હવે આવતીકાલે 29 મી મેના રોજ તેઓ ગોધરા ખાતે પંચામૃત ડેરી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) તારીખ 27, 28 અને 29 મે દરમિયાન ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે જામનગર, દ્વારકા, ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે તેમણે ગાંધીનગર (Gandhinagar)માં આયોજિત 'સહકાર સે સમૃદ્ધિ' કાર્યક્રમ (Sahakar Se Samriddhi programme)માં સંબોધન કર્યું હતું. હવે આવતીકાલે 29 મી મેના રોજ તેઓ ગોધરા ખાતે પંચામૃત ડેરી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો ગુજરાતમાં કાર્યક્રમ

તારીખ: મે 29, 2022

કાર્યક્રમ-1
પંચામૃત ડેરીમાં વિવિધ કાર્યક્રમો
• P.D.C બેંકના મુખ્યાલયના નવા મકાનનું ઉદ્ઘાટન અને મોબાઈલ ATM વાનનું ઉદ્ઘાટન
• ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન
• વિવિધ રાજ્યોમાં સ્થિત પંચમહાલ ડેરી પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને શિલાન્યાસ
• ઇનામ વિતરણ
સમય: સવારે 10.00 વાગે
સ્થાન: પંચામૃત ડેરી, ગોધરા

આ પણ વાંચો- PM મોદીએ નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

કાર્યક્રમ-2
ગુજરાત પોલીસના રહેણાંક અને બિન-રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન
સમય: 12:00 PM
સ્થળ: ખેડા

કાર્યક્રમ-3
ગાંધીનગર લોકસભાના નારણપુરા ખાતે રૂ.632 કરોડના ખર્ચે નિર્માણ થનાર ઓલિમ્પિક કક્ષાના રમતગમત સંકુલનો શિલાન્યાસ
સમય: 05:00 PM
સ્થળ: નારણપુરા

આ પણ વાંચો- 'સહકાર સે સમૃદ્ધિ' કાર્યક્રમમાં અમિત શાહનું સંબોધન

તમને જણાવી દઇએ કે, આજે સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સહકાર મંત્રાલય બનાવવા માટે લોકોની માંગ હતી જેને મોદી સરકારે પૂર્ણ કરી છે અને મંત્રાલય બનાવવાની સાથે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે જેના કારણે દેશના લાખો લોકોને ફાયદો થયો છે. સહકાર આંદોલન આઝાદીના સમયથી જ અસ્તિત્વમાં છે અને અમે તેને સહકારીતાની આત્માને બચાવવા માટે ગુજરાતનો સૌથી મોટો ફાળો રહ્યો છે. સહકારીના આંદોલનના મૂળમાં સ્વાવલંબન અને સ્વદેશી છે.
First published:

Tags: Ahmedabad news, Amit shah, Amit Shah Gujarat Visit, Amit Shah news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો