નડિયાદ: ઉમરેઠમાં યુવતીની હત્યાના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીનું ગળું કાપી હત્યાનો પ્રયાસ કરાતા ચકચાર મચી જવા પામી છે. યુવકે યુવતીનું ગળું કાપી નાખ્યું હતું. જ્યારે યુવતીનું ગળું કાપી બાથરૂમમાં પૂરી દેવામાં આવી હતી. ગળું કાપીને ઘરને તાળું મારી યુવક ભાગી ગયો હતો. યુવતીએ બૂમો પાડતાં સ્થાનિકોએ દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાં યુવતી બાથરૂમમાં ઘાયલ અવસ્થામાં મળી આવી હતી.
યુવતી બાથરૂમમાં ઘાયલ અવસ્થામાં મળી આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે, આ બનાવ આણંદના ઉમરેઠ કાછીયાપોળનો છે. યુવક અને યુવતી બંને હજુ શનિવારે જ ભાડેથી રહેવા માટે આવ્યા હતા. વહેલી સવારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. બપોરના સમયે યુવકે યુવતીના ગળામાં છરી ઝીંકી દીધી હતી અને બાથરૂમમાં પૂરી દીધા બાદ ઘરને તાળું મારીને યુવક ભાગી ગયો હતો. યુવતીએ બૂમાબૂમ કરતાં આસપાસના રહીશો દોડી આવ્યા હતા. મકાન માલિકને જાણ કરી અને મકાન ખોલતાં યુવતી બાથરૂમમાં ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. જે બાદ યુવતીને નડિયાદ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યારે યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા થતાં તેને નડિયાદ સિવિલમાં ખસેડાઈ હતી. ઉમરેઠ પોલીસે આ અજાણ્યા યુવક-યુવતી ક્યાંના છે? તે મામલે તપાસ આરંભી છે. સાથે જ યુવક-યુવતી વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો હતો? તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર