Home /News /madhya-gujarat /નડિયાદમાં જિલ્લા પંચાયતમાં અચાનક લાગેલી આગની ઘટનામાં બે વાહનો ભસ્મીભૂત થયા
નડિયાદમાં જિલ્લા પંચાયતમાં અચાનક લાગેલી આગની ઘટનામાં બે વાહનો ભસ્મીભૂત થયા
નડિયાદમાં આગની ઘટના
Fire In Nadiad: ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં આગની ઘટના બનતા ભારે અફડાતફડી મચી જવા પામી છે. આ બનાવમાં પાર્ક કરેલ બે વાહનો જેમાં એક સરકારી જીપ તો એક ખાનગી કાર સળગી ભસ્મીભૂત થઈ હતી. અંદાજીત 20 ફુટના અંતરે પાર્ક કરેલ આ બંન્ને વાહનો આકસ્મિક રીતે સળગતા અચરજ ફેલાઈ ગઈ હતી.
ઉમંગ પટેલ, ખેડા: ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં આગની ઘટના બનતા ભારે અફડાતફડી મચી જવા પામી છે. આ બનાવમાં પાર્ક કરેલ બે વાહનો જેમાં એક સરકારી જીપ તો એક ખાનગી કાર સળગી ભસ્મીભૂત થઈ હતી. અંદાજીત 20 ફુટના અંતરે પાર્ક કરેલ આ બંન્ને વાહનો આકસ્મિક રીતે સળગતા ફેલાઈ ગઈ હતી. એક સરકારી જીપ તો અન્ય એક કાર હતી. નડિયાદમાં પવનચક્કી રોડ પર આવેલ જિલ્લા આરોગ્ય વિભાગની કચેરીમાં બુધવારની ઢળતી સાંજે આગની ઘટના પ્રકાશમાં આવી છે. આરોગ્ય વિભાગના પાર્કિંગમાં એકાએક આગ લાગતાં અહીંયા નાસભાગ મચી જવા પામી હતી.
આગના કારણે બન્ને વાહન બળીને ખાખ
ઉલ્લેખનીય છે કે, પાર્કિંગમાં પાર્ક કરેલ ફોર વ્હિકલ બે વાહનોમાં આગ લાગી હતી. જેમાં એક સરકારી જીપ તો અન્ય એક કાર હતી. આ આગના કારણે બન્ને વાહન બળીને ખાખ થઇ ગયા હતા. સુકા પાંદડાના ઢગલામા આગ લાગીએ બાદ વાહનોમાં આગ લાગી હશે તેવી શક્યતા વર્તાઈ રહી છે. આગની જાણ નડિયાદ ફાયે બ્રિગેડને કરવામાં આવતાં બે ફાયર બ્રાઉઝર સાથે ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. બંન્ને વાહનોમાં લાગેલી આગને કાબુમાં લેવા પાણીનો છંટકાવ કરાયો હતો.
આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહોતી. ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ અહીંયા આ વાહનો પાર્ક કરાયા છે ત્યાં નજીકમાં સુકા પાંદડાના ઢગલો હતો. જેમાં કોઈ કારણોસર આગ લાગી હશે અને એ બાદ આ બંન્ને વાહનોમાં આગ લાગી હશે તેમ શક્યતા દર્શાવી છે.
ફાયર ઓફિસર કહ્યું કે, કારમાં આગ લાગી હોવાનો કોલ મળતા ઘટના સ્થળે આવી કાબૂ મેળવ્યો હતો. આ સંદર્ભે નડિયાદ ફાયર વિભાગમાં ફરજ બજાવતા ફાયર ઓફિસર દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, ફાયર સ્ટેશનમાં જૂની જિલ્લા પંચાયત સામે આવેલ જિલ્લા આરોગ્ય કેન્દ્રની ઓફિસમાં બે ગાડીમાં આગ લાગી છે જેનો કોલ મળતાની સાથે જ ફાયર ફાઈટર સાથે આવી આંખ પર કાબૂ મળ્યો છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર